________________
સ્થાન–૩ઃ ઉદ્દેશક-૧
ભાવાર્થ :- પરિચારણા ત્રણ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે છે
(૧) કોઈ એક દેવ, અન્ય દેવોની દેવીઓને ગ્રહણ કરી પરિચારણા કરે છે, પોતાના જ વૈક્રિયકૃત રૂપો સાથે પરિચારણા કરે છે અને પોતાની દેવીઓને ગ્રહણ કરી પરિચારણા કરે છે.
૧૫૧
(૨) કોઈ દેવ, અન્ય દેવોની દેવીઓને ગ્રહણ કરી પરિચારણા કરતા નથી પરંતુ પોતાના જ વૈક્રિયકૃત રૂપો સાથે પરિચારણા કરે છે તથા પોતાની દેવીઓને ગ્રહણ કરી પરિચારણા કરે છે.
(૩) કોઈ દેવ, અન્ય દેવોની દેવીઓને ગ્રહણ કરી પરિચારણા કરતા નથી અને પોતાના જ વૈક્રિયકૃત રૂપો સાથે પરિચારણા કરતા નથી. માત્ર પોતાની દેવીઓને ગ્રહણ કરી પરિચારણા કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દેવોની ત્રણ પ્રકારની પરિચારણાનું વર્ણન કરતાં દેવોની વિવિધ મનોદશાનું ચિત્રણ
દોર્યું છે.
પરિવારળા :– દેવોના મૈથુન સેવનને પરિચારણા કહે છે. પરિચારણા માટે તત્ત્વાર્થ સૂત્રમાં પ્રવીચાર શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્રજ્ઞાપના સૂત્રપદ ૩૪માં પરિચારણા પાંચ પ્રકારની કહી છે– (૧) કાય પરિચારણા—કાયિક મૈથુન (૨) સ્પર્શે પરિચારણા—સ્પર્શ માત્રથી થતી ભૌગતૃપ્તિ (૩) રૂપ પરિચારણારૂપ જોવા માત્રથી થતી ભોગતૃપ્તિ (૪) શબ્દ પરિચારણા—શબ્દ સાંભળવાથી થતી ભોગતૃપ્તિ (૫) મન પરિચારણા- સંકલ્પ વિચારમાત્રથી થતી ભૌગતૃપ્તિ.
તત્ત્વાર્થ સૂત્ર અધ્યયન ૪, સૂત્ર ૮, ૯, ૧૦માં પરિચારણા સંબંધી વર્ણન આ પ્રમાણે છે.कायप्रवीचारा आ ऐशानात् । शेषाः स्पर्श रूप शब्द मनः प्रवीचारा द्वयोर्द्वयोः । પ્રવીવારા: || અર્થ- ઈશાન દેવલોક સુધીના દેવો કાય પ્રવીચારી છે. ત્રીજા, ચોથા દેવલોકના દેવો સ્પર્શથી, પાંચમા, છઠ્ઠા દેવલોકના દેવી રૂપથી, સાતમા આઠમા દેવલોકના દેવો શબ્દથી, નવમાથી બારમા દેવલોકના દેવો મનથી મૈથુનેચ્છાની તૃપ્તિ કરે છે. ત્યાર પછીના દેવો અપ્રવીચારી છે અર્થાત્ તેઓને મૈનેચ્છા હોતી નથી. પરિચારણા સંબંધી વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના ૩૪મા પદમાં છે. પ્રસ્તુત સૂત્રમાં માત્ર કાયિક પરિચારણાના ત્રણ વિકલ્પ દર્શાવ્યા છે. જે સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
અન્યાન્ય પ્રતોમાં મૂળપાઠના વાક્યોમાં કમભેદ જોવા મળે છે. જેથી સૂત્રને સમજવામાં સંદેહોત્પત્તિ થાય છે. પ્રસ્તુત સંસ્કરણમાં દશાશ્રુત સ્કંધ સૂત્રના આધારે સૂત્રપાઠ ગ્રહણ કરેલ છે. તે સૂત્રમાં દેવોની પરિચારણા સંબંધી ત્રણ નિદાન(નિયાણા)નું વર્ણન છે. ત્યાં પાઠ શુદ્ધ અને તર્ક સંગત છે.
પરિયા જ્ઞ :– આ શબ્દના ભિન્ન ભિન્ન પ્રયોગ અને અર્થ થાય છે– (૧) પ્રસ્તુત સૂત્રમાં મૈથુન સેવન માટે પતિયારેક શબ્દ પ્રયોગ થયો છે. (ર) ત્રીજા સ્થાનના પ્રથમ ઉદ્દેશકમાં તારા ખરવાના ત્રણ કારણોમાં પરિયાનેમાને ક્રિયાપદનો પ્રયોગ દેવોના સંચાર કરવાના અર્થમાં છે. (૩) ચોથા સ્થાનના ચોથા ઉદ્દેશકમાં