________________
૧૫૦]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
अवत्तव्वग- संचिया । एवमेगिंदियवज्जा जाव वेमाणिया । ભાવાર્થ :- નારકી ત્રણ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કતિ સંચિત- સંખ્યાત જીવોની ઉત્પત્તિવાળા (૨) અકતિ સંચિત- અસંખ્યાત જીવોની ઉત્પત્તિવાળા (૩) અવક્તવ્ય સંચિત- એક જીવની ઉત્પત્તિવાળા.
તે જ રીતે એકેન્દ્રિયને છોડીને વૈમાનિક દેવો સુધીના સર્વ દંડકો ત્રણ ત્રણ પ્રકારના જાણવા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નારકી વગેરે જીવો એક સાથે, એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય તેની રજૂઆત કરી છે. કતિ-અકતિ :- કતિ એટલે કેટલા. પરંતુ પ્રસ્તુતમાં 'કતિ' શબ્દ સંખ્યા વાચક છે અર્થાતુ બે થી લઈને સંખ્યાત સુધીની સંખ્યાને કતિ કહે છે. અસંખ્યાત, અનંતને 'અકતિ' કહે છે અને એકને અવક્તવ્ય કહે છે. કોઈ પણ સંખ્યા સાથે એકનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે તો તેમાં કોઈ ફેરફાર થતો નથી. અતઃ 'એક' સંખ્યા નથી પરંતુ સંખ્યાનું મૂળ છે. તેથી તેને 'અવક્તવ્ય' કહે છે. નરકગતિમાં નારકી ક્યારેક એક સાથે સંખ્યાત ઉત્પન્ન થાય તે અપેક્ષાએ નારકીને 'કતિસંચિત', કહ્યા છે, ક્યારેક એક સાથે અસંખ્યાત પણ ઉત્પન્ન થાય તે અપેક્ષાએ 'અકતિસંચિત' કહ્યા છે અને ક્યારેક જઘન્ય એક નારકી ઉત્પન્ન થાય તે અપેક્ષાએ અવક્તવ્યસંચિત કહ્યા છે. એકેન્દ્રિય જીવમાં સાધારણ વનસ્પતિમાં પ્રતિસમય અનંતા અને શેષ એકેન્દ્રિયમાં પ્રતિ સમય અસંખ્યાત જીવ ઉત્પન્ન થાય છે. તેથી તેઓ માત્ર 'અકતિ સંચિત' જ છે. તેથી સુત્રમાં તેને બાદ કરી શેષ સર્વ દંડકમાં ત્રણ પ્રકારનું કથન કર્યું છે. દેવોની ત્રણ પ્રકારની પરિચારણા :| ४ तिविहा परियारणा पण्णत्ता, तं जहा- एगे देवे(अण्णे देवे)अण्णेसिं देवाणं देवीओ अभिजुंजिय अभिमुंजिय परियारेइ, अप्पाणमेव अप्पणा विउव्विय विउव्विय परियारेइ । अप्पणिज्जिआओ देवीओ अभिमुंजिय अभिजुजिय परियारेइ ।।
एगे देवे, णो अण्णेसिं देवाणं देवीओ अभिमुंजिय अभिमुंजिय परियारेइ, अप्पाणमेव अप्पणा विउव्विय विउव्विय परियारेइ अप्पणिज्जिआओ देवीओ अभिजुजिय अभिजुजिय परियारेइ ।
एगे देवे, णो अण्णेसिं देवाणं देवीओ अभिजुजिय अभिमुंजिय परियारेइ, णो अप्पाणमेव अप्पाणं विउव्विय विउव्विय परियारेइ अप्पणिज्जिआओ देवीओ अभिमुंजिय अभिमुंजिय परियारेइ ।