________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૧,
૧૪૯
વિવેચન :
વિષ્ય :- વિકર્વણા. એક શબ્દ અનેક અર્થમાં પ્રયુક્ત હોય છે. વિદુર્વણા શબ્દ વૈક્રિય શરીર બનાવવાના અર્થમાં પ્રસિધ્ધ છે. તેનો સીધો અને સરળ અર્થ વિવિધ રૂપો બનાવવા તેવો થાય છે. તેમ છતાં પ્રસ્તુત સૂત્રમાં જીવ દ્વારા કરાતી વિશેષ ક્રિયા અથવા શરીરને વિભૂષિત કરવાની ક્રિયા રૂપ અર્થ અપેક્ષિત છે પરંતુ વૈક્રિય લબ્ધિ દ્વારા જે વિદુર્વણા કરવામાં આવે તે અહીં અપેક્ષિત નથી, તે પ્રસ્તુત સૂત્રોમાં કરેલા નવ ભેદથી સ્પષ્ટ થાય છે. કારણ કે વૈક્રિય લબ્ધિ દ્વારા થતી વિદુર્વણા તો બાહ્ય પુદ્ગલ ગ્રહણ કરીને જ થાય છે, તેવો ભગવતી સૂત્રમાં કથિત સિદ્ધાંત છે.
પ્રસ્તુત સૂત્રમાં પુદ્ગલોના બાહ્ય, આત્યંતર અને ગ્રહણ, અગ્રહણના આધારે નવ પ્રકારની વિદુર્વણા = વિશેષ ક્રિયા દર્શાવી છે. (૧) બાહ્ય પુદ્ગલના ગ્રહણથી થતી વિદુર્વણા– વસ્ત્રાભૂષણ પહેરવા. (૨) બાહ્ય પુદ્ગલના ગ્રહણ વિના થતી વિદુર્વણા– મસ્તકના વાળને હાથથી સંવારવા. (૩) બાહ્ય પુલના ગ્રહણ-અગ્રહણથી થતી વિફર્વણા- વસ્ત્રાભૂષણ પહેરવા અને મસ્તકના વાળને હાથથી સંવારવા. (૪) આત્યંતર પુદ્ગલના ગ્રહણથી થતી વિફર્વણા- ઘૂંકથી આંખો સાફ કરવી કે સ્વમૂત્રથી અંગોપાંગ શુદ્ધ કરવા. (૫) આત્યંતર પુગલના ગ્રહણ વિના થતી વિદુર્વણા- હાથોથી આમર્જિત પ્રમાર્જિત કરી આસન વગેરે કરી શરીરમાં તાજગી લાવવી. (૬) આત્યંતર પુલના ગ્રહણ-અગ્રહણથી થતી વિદુર્વણા– ઘૂંક કે સ્વમૂત્રથી અને હાથના ઘર્ષણથી, તેમ બંને પ્રકારના પ્રયોગથી શરીરને સ્વસ્થ રાખવું. (૭) બાહ્ય, આત્યંતર પુગલના ગ્રહણથી થતી વિમુર્વણા- વસ્ત્રાભૂષણ પહેરવા અને મુખને સ્વમૂત્રથી સાફ કરવું. (૮) બાહ્ય, આત્યંતર પુગલના ગ્રહણ વિના થતી વિમુર્વણા- સંપૂર્ણ શરીર પર હાથથી આમર્જન પ્રમાર્જન કરી હાથથી વાળ સંવારવા. (૯) બાહ્ય–આત્યંતર યુગલના ગ્રહણ, અગ્રહણથી થતી વિદુર્વણા- વસ્ત્રાભૂષણ પહેરવા, સ્વમૂત્રથી મુખનું પ્રક્ષાલન કરવું, સંપૂર્ણ શરીરનું આમર્જન-પ્રમાર્જન કરવું અને હાથથી વાળ પણ સંવારવા. કતિસંચિતાદિ જીવોત્પત્તિની સંખ્યા :| ३ तिविहा णेरइया पण्णत्ता, तं जहा- कतिसंचिया, अकतिसंचिया,