________________
[ ૧૪૮]
શ્રી ઠાણાગ સુત્ર-૧
અથવા તો ૪ ઈન્દ્ર પણ કહી શકાય છે પરંતુ ત્રીજા સ્થાનમાં ત્રણ સંખ્યા સંબદ્ધ વિષયનું નિરૂપણ કરવાનું હોવાથી, પ્રથમ આલાપકમાં નામાદિ ત્રણ નિક્ષેપથી ઈન્દ્રનો ઉલ્લેખ કરી, બીજા અને ત્રીજા આલાપકમાં ભાવ ઈન્દ્રના ઉલ્લેખ વિના જ ભાવ ઈન્દ્રના ત્રણ-ત્રણ પ્રકાર દર્શાવ્યા છે. બીજા આલાપકમાં જ્ઞાનાદિ આત્યંતર ઐશ્વર્યની દષ્ટિએ ભાવ ઈન્દ્રના ત્રણ પ્રકાર કહ્યા છે અને ત્રીજા આલાપકમાં બાહ્ય ઐશ્વર્યની દષ્ટિએ ભાવ ઈન્દ્રના ત્રણ પ્રકાર બતાવ્યા છે.
આ સુત્રમાં દેવેન્દ્ર શબ્દથી જ્યોતિર્મેન્દ્ર અને વૈમાનિકેન્દ્રને સમજવા તથા અસુરેન્દ્ર શબ્દથી ભવનપતિ અને વ્યંતરના ઈન્દ્રને સમજવા જોઈએ અથવા અસુરેન્દ્રથી ભવનપતિના ઈન્દ્રને સમજવા અને દેવેન્દ્ર શબ્દથી શેષ ત્રણે જાતિના દેવોના ઈન્દ્રને સમજવા જોઈએ.
વિક્રિયા(શરીરની વિભૂષા)ના ત્રણ ત્રણ પ્રકાર :| २ तिविहा विकुव्वणा पण्णत्ता, तं जहा- बाहिरए पोग्गलए परियाइत्ता एगा विकुव्वणा, बाहिरए पोग्गले अपरियाइत्ता एगा विकुव्वणा, बाहिरए पोग्गले परियाइत्ता वि अपरियाइत्ता वि एगा विकुव्वणा ।
तिविहा विकुव्वणा, पण्णत्ता, तं जहा- अब्भंतरए पोग्गले परियाइत्ता एगा विकुव्वणा, अब्भंतरए पोग्गले अपरियाइत्ता एगा विकुव्वणा, अब्भंतरए पोग्गले परियाइत्ता वि अपरियाइत्ता वि एगा विकुव्वणा ।
तिविहा विकुव्वणा पण्णत्ता,तं जहा- बाहिरब्भंतरए पोग्गले परियाइत्ताएगा विकुव्वणा, बाहिरब्भंतरए पोग्गले अपरियाइत्ता एगा विकुव्वणा, बाहिरब्भंतरए पोग्गले परियाइत्ता वि अपरियाइत्ता वि एगा विकुव्वणा । ભાવાર્થ :- વિક્રિયા ત્રણ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે – (૧) બાહ્ય પુદ્ગલો ગ્રહણ કરીને વિક્રિયા કરવી (૨) બાહ્ય પુદ્ગલો ગ્રહણ કર્યા વિના વિક્રિયા કરવી (૩) બાહ્ય પુદ્ગલોના ગ્રહણ–અગ્રહણ, બન્ને દ્વારા વિક્રિયા કરવી.
વિક્રિયા ત્રણ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) આત્યંતર-પોતાના શરીરના પુદ્ગલો દ્વારા જ વિક્રિયા કરવી (૨) પોતાના શરીરના પુલો વિના વિક્રિયા કરવી (૩) પોતાના શરીરના પુદ્ગલો દ્વારા અને તે પુગલો વિના વિક્રિયા કરવી.
વિક્રિયા ત્રણ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) બાહ્ય અને આત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરીને વિક્રિયા કરવી (૨) બાહ્ય અને આત્યંતર પુગલો ગ્રહણ કર્યા વિના વિક્રિયા કરવી (૩) બાહ્ય અને આત્યંતર પુદ્ગલ ગ્રહણ કરીને અથવા ગ્રહણ કર્યા વિના વિક્રિયા કરવી.