________________
સ્થાન–૩: ઉદ્દેશક-૧
૧૪૭
સ્થાન-૩
ઉદ્દેશક-૧
હે
ઈન્દ્રના ત્રણ ત્રણ પ્રકાર :| १ तओ इंदा पण्णत्ता, तं जहा- णार्मिदे, ठवणिंदे, दव्विदे । तओ इंदा पण्णत्ता, तं जहा- णाणिंदे, दंसणिंदे, चरित्तिदे । तओ इंदा पण्णत्ता, तं નહ- વિવે, અરિંવે, મગુરૂ I ભાવાર્થ :- ઈન્દ્ર ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે- (૧) નામ ઈન્દ્ર (૨) સ્થાપના ઈન્દ્ર (૩) દ્રવ્ય ઈન્દ્ર. (બીજી દષ્ટિએ) ઈન્દ્ર ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે-(૧) જ્ઞાન ઈન્દ્ર (૨) દર્શન ઈન્દ્ર (૩) ચારિત્ર ઈન્દ્ર. (અન્ય દષ્ટિએ) ઈન્દ્ર ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે–(૧) દેવેન્દ્ર (૨) અસુરેન્દ્ર (૩) મનુષ્યદ્ર-ચક્રવર્તી આદિ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ-ત્રણ પ્રકારે ઈન્દ્રનું કથન છે. જેમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ચાર નિક્ષેપથી ઈન્દ્રનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. પ્રથમ ત્રણ ભેદ દ્વારા ત્રણ નિક્ષેપનું કથન છે અને પછીના છ ભેદો દ્વારા ભાવ નિક્ષેપનું કથન છે. નામઈન્દ્ર- કોઈ બાળક અથવા કોઈ મકાન વગેરે અચેત વસ્તુનું 'ઈન્દ્ર' એવું નામ રાખવામાં આવે છે.
સ્થાપના ઈન્દ્ર- કોઈ વસ્તુમાં આ ઈન્દ્ર છે, તેવું આરોપણ કરવું તે. દ્રવ્ય ઈન્દ્ર- જે ભૂતકાળમાં ઈન્દ્ર હતા અથવા જે ભવિષ્યમાં ઈન્દ્ર થવાના છે પણ વર્તમાનમાં ઈન્દ્ર પર્યાયયુક્ત નથી તે. ભાવ ઈન્દ્ર- જ્ઞાન, દર્શન, ચારિત્રમાં જે શ્રેષ્ઠ– શ્રેષ્ઠતમ હોય તે જ્ઞાનેન્દ્ર, દર્શનેન્દ્ર અને ચારિત્રેદ્ર કહેવાય છે, તે ભાવ ઈન્દ્ર છે. બીજી રીતે જે લોકમાં ઈન્દ્ર રૂપે, સ્વામી કે અધિપતિ રૂપે સાક્ષાત્ સંપૂર્ણ ઐશ્વર્ય સંપન્ન હોય તે દેવેન્દ્ર, અસુરેન્દ્ર અને મનુષ્યન્દ્ર પણ ભાવ ઈન્દ્ર છે. આ રીતે પ્રસ્તુતમાં ભાવ ઈન્દ્રના દષ્ટાંત રૂપે ઈન્દ્રોનું કથન છે.
અહીં નિક્ષેપની દષ્ટિએ ઈન્દ્રના ચાર પ્રકાર કહી શકાય છે અને ભાવ ઈન્દ્રમાં વ્યંતરેન્દ્ર જ્યોતિર્મેન્દ્ર