________________
| સ્થાન-૨: ઉદ્દેશક-૪.
૧૪૯
|२५ जीवा णं दुट्ठाणणिव्वत्तिए पोग्गले पावकम्मत्ताए उवचिणिंसु वा उवचिणंति वा, उवचिणिस्संति वा, बंधिसु वा बंधेति वा बंधिस्संति वा, उदीरिंसु वा उदीरेंति वा उदीरिस्संति वा, वेर्देसु वा वेदेति वा वेदिस्संति वा, णिज्जरिंसु वा णिज्जरेंति वा णिज्जरिस्संति वा, तं जहातसकायणिव्वत्तिए चेव, थावरकायणिव्वत्तिए चेव । ભાવાર્થ :- જીવોએ બે સ્થાનથી ઉપાર્જિત પગલોનો ઉપચય કર્યો છે, કરે છે અને કરશે; બંધ કર્યો છે, કરે છે અને કરશે; ઉદીરણા કરી છે, કરે છે અને કરશે; વેદન કર્યું છે, કરે છે અને કરશે; નિર્જરા કરી છે, કરે છે અને કરશે, તે આ પ્રમાણે છે- ત્રસકાય અને સ્થાવરકાય. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં પાપકર્મના બંધક જીવોનું કથન છે. ત્રસ અને સ્થાવર જીવો મિથ્યાત્વાદિ રૂ૫ કારણોથી કર્મયુગલોને ગ્રહણ કરે છે. કર્મયુગલોને ગ્રહણ કરવાની છ અવસ્થાઓનું અહીં વર્ણન છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે છે
ચય :- કષાય પરિણત જીવ જે કર્મ દલિકોને ગ્રહણ કરવાની ક્રિયા કરે, કર્મપુદ્ગલોને ગ્રહણ કરવા તે.
ઉપચય :- ચય થયેલા કર્મોમાં વારંવાર વૃદ્ધિ કરવી તે ઉપરાય છે. અર્થાત્ અબાધાકાલ પછીની જે કર્મોની નિષેક રચના હોય તેને વારંવાર પુષ્ટ કરવી, ઉપચિત કરવી તે ઉપચય કહેવાય. બંધ :- ચય ઉપચયથી આત્મામાં સંગ્રહિત કર્મવર્ગણાના પગલો પ્રકૃતિ બંધ આદિ ચાર અને જ્ઞાનાવરણીય આદિ આઠ વિભાગોમાં વિભક્ત થઈ આત્મા સાથે ક્ષીરનીરની જેમ સંબંધિત થઈ જાય, એકમેક થઈ જાય તેને બંધ કહે છે. ઉદીરણા – જ્યારે કર્મ સ્વતઃ પરિપાકને પ્રાપ્ત થાય અને તેના ફળનો અનુભવ કરાવે તે ઉદય કહેવાય અને સાધના વિશેષથી કર્મને ઉદયમાં લાવવા તે ઉદીરણા.
વેદનઃ- કર્મના ઉદયને અહીં વેદન કહ્યું છે. ઉદય અથવા ઉદીરણા દ્વારા કર્મફલની સારી-નરસી અનુભૂતિ કરવી અર્થાતુ કર્મફલ ભોગવવા તે પણ વેદન કહેવાય છે.
નિર્જરા - આત્મપ્રદેશોથી કર્મનું અંશતઃ છૂટવું તે નિર્જરા. ઉદીરણા અને વેદના પછી કર્મોની નિર્જરા થાય છે.
અનંત પુગલ :| २६ दुपएसिया खंधा अणंता पण्णत्ता । दुपएसोगाढा पोग्गला अणंता