________________
૧૪૨ ]
શ્રી કાણાગ સૂત્ર-૧
ठिई पण्णत्ता । सणंकुमारे कप्पे देवाणं जहण्णेणं दो सागरोवमाई ठिई पण्णत्ता । माहिंदे कप्पे देवाणं जहण्णेणं साइरेगाइं दो सागरोवमाई ठिई पण्णत्ता ।
दोसु कप्पेसु कप्पित्थियाओ पण्णत्ताओ, तं जहा- सोहम्मे चेव, ईसाणे चेव । दोसु कप्पेसु देवा तेउलेस्सा पण्णत्ता, तं जहा- सोहम्मे चेव, ईसाणे चेव।
दोसु कप्पेसु देवा कायपरियारगा पण्णत्ता, तं जहा- सोहम्मे चेव, ईसाणे चेव । दोसु कप्पेसु देवा फासपरियारगा पण्णत्ता, तं जहा- सणंकुमारे चेव, माहिदे चेव । दोसु कप्पेसु देवा रूवपरियारगा पण्णत्ता, तं जहाबंभलोगे चेव, लंतगे चेव । दोसु कप्पेसु देवा सद्दपरियारगा पण्णत्ता, तं जहा- महासुक्के चेव, सहस्सारे चेव । दो इंदा मणपरियारगा पण्णत्ता, तं जहा- पाणए चेव, अच्चुए चेव । ભાવાર્થ - અસુરેન્દ્રને છોડીને શેષ ભવનવાસી દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ કંઈક ન્યૂન બે પલ્યોપમની કહી છે. સૌધર્મ કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની છે. ઈશાન કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક બે સાગરોપમની છે. સનસ્કુમાર કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ બે સાગરોપમની છે. માહેન્દ્રકલ્પના દેવોની જઘન્ય સ્થિતિ સાધિક બે સાગરોપમની છે.
બે કલ્પમાં કલ્પસ્ત્રીઓ-દેવીઓ છે– સૌધર્મ અને ઈશાન કલ્પમાં. બે કલ્પના દેવો તેજોવેશ્યા વાળા હોય છે– સૌધર્મ અને ઈશાનકલ્પ.
સૌધર્મ અને ઈશાન, આ બે કલ્પના દેવો કાયપરિચારક હોય છે. કાયાથી મૈથુન સેવન કરે છે. સનકુમાર અને મહેન્દ્ર, આ બે કલ્પના દેવો સ્પર્શ પરિચારક હોય છે. સ્પર્શથી મૈથુન સેવન કરે છે. આલિંગન માત્રથી કામેચ્છા શાંત કરે છે. બ્રહ્મલોક અને લાન્તક આ બે કલ્પના દેવો રૂપ પરિચારક હોય છે. તેઓ રૂપ જોઈ કામેચ્છા શાંત કરે છે. મહાશુક્ર અને સહસાર આ બે કલ્પના દેવો શબ્દ પરિચારક હોય છે. તેઓ શબ્દ સાંભળી કામેચ્છા શાંત કરે છે. પ્રાણતેન્દ્ર અને અચ્યતેન્દ્ર આ બે ઈન્દ્રો મનપરિચારક હોય છે. તેઓને મનથી સ્ત્રીનું સ્મરણ કરવા માત્રથી તેની કામેચ્છા શાંત થઈ જાય છે.
બસ-સ્થાવર રૂપે પાપકર્મ ઉપાર્જના :
२४ जीवाणं दुट्ठाणणिव्वत्तिए पोग्गले पावकम्मत्ताए चिणिंसु वा चिणंति वा चिणिस्सति वा, त जहा- तसकायणिव्वत्तिए चेव, थावरकायणिव्वत्तिए चेव । ભાવાર્થ :- જીવોએ બે સ્થાનથી ઉપાર્જિત પુદ્ગલોનો પાપકર્મ રૂપે ચય કર્યો છે, કરે છે અને કરશે, તે આ પ્રમાણે છે- ત્રસકાય અને સ્થાવરકાય.