________________
સ્થાન–૨ ઃ ઉદ્દેશક-૪
ફાલ્ગુની નક્ષત્રના બે તારા કહ્યા છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના બે તારા કહ્યા છે.
મનુષ્ય ક્ષેત્રમાં બે સમુદ્ર :
२१ अंतो णं मणुस्सखेत्तस्स दो समुद्दा पण्णत्ता, તેં બહા- લવને સેવ,
कालोदे चेव ।
ભાવાર્થ :- મનુષ્યક્ષેત્રમાં બે સમુદ્ર કહ્યા છે– લવણ સમુદ્ર અને કાલોદધિ સમુદ્ર.
વિવેચન :
૧૪૧
જંબુદ્રીપને ફરતો બે લાખ યોજનનો લવણ સમુદ્ર છે. તેને ફરતો ચાર લાખ યોજનનો ધાતકીખંડ દ્વીપ અને તેને ફરતો આઠ લાખ યોજનનો કાલોદધિ સમુદ્ર છે, આ રીતે અઢી દ્વીપમાં બે સમુદ્ર વલયાકારે છે. નરકગામી બે ચક્રવર્તી :
२२ दो चक्कवट्टी अपरिचत्तकामभोगा कालमासे कालं किच्चा अहेसत्तमाए पुढवीए अपइट्ठाणे णरए णेरइयत्ताए उववण्णा, તેં નફા• सुभूमे चेव, बंभदत्ते સેવા
ભાવાર્થ :- (૧) સુભૂમ અને (૨) બ્રહ્મદત્ત નામના બે ચક્રવર્તી કામ–ભોગનો ત્યાગ ન કરવાના કારણે નીચે સાતમી નરકના અપ્રતિષ્ઠાન નરકાવાસમાં નારકીપણે ઉત્પન્ન થયા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચક્રવર્તીના નરક ગમનનું કારણ રજૂ કર્યું છે. ચક્રવર્તી મૃત્યુપર્યંત કામભોગમાં રક્ત જ રહે, તો તે કામભોગાસક્તિ તેને નરકગતિ અપાવે છે. કામ શબ્દથી શબ્દ અને રૂપ તેમજ ભોગ શબ્દથી ગંધાદિ શેષ ત્રણ વિષયનું ગ્રહણ થાય છે. બાર ચક્રવર્તીમાંથી બે ચક્રવર્તી પાંચે ઈન્દ્રિયોના વિષયોને આધીન બની ચક્રવર્તી પણે જ મૃત્યુ પામ્યા છે. તે બંને સાતમી નરકમાં ઉત્પન્ન થયા છે. શેષ દસ ચક્રવર્તી દીક્ષા ધારણ કરી મોક્ષ પામ્યા છે. ચક્રવર્તી જો દીક્ષા લે તો મોક્ષમાં જાય અથવા દેવલોક પામે.
દેવોની સ્થિતિ-પરિચારણાદિ :
२३ असुरिंदवज्जियाणं भवणवासीणं देवाणं उक्कोसेणं देसूणाई दो पलिओवमाइं ठिई पण्णत्ता । सोहम्मे कप्पे देवाणं उक्कोसेणं दो सागरोवमाइं ठिई पण्णत्ता । ईसाणे कप्पे देवाणं उक्कोसेणं साइरेगाइं दो सागरोवमाइं