________________
૧૪૦ ]
શ્રી કાણાંગ સૂત્ર-૧
કહ૫વિમાનોત્પત્તિકા કેવળી આરાધના :- સાધુ અથવા શ્રાવકની મૃત્યુ સમયે થતી જે આરાધના વિમાનિક દેવગતિમાં જન્મ અપાવે તે કલ્પવિમાનોત્પત્તિકા આરાધના કહે છે.
તીર્થકરના વર્ણ :|१८ दो तित्थयरा णीलुप्पलसमा वण्णेणं पण्णत्ता, तं जहा- मुणिसुव्वए
चेव, अरिट्ठणेमी चेव । दो तित्थयरा पियंगुसमा वण्णेणं पण्णत्ता, तं जहामल्ली चेव, पासे चेव ।
दो तित्थयरा पउमगोरा वण्णेणं पण्णत्ता, तं जहा- पउमप्पहे चेव, वासुपुज्जे चेव । दो तित्थयरा चंदगोरा वण्णेणं पण्णत्ता, तं जहा- चंदप्पभे चेव, पुप्फदंते चेव । ભાવાર્થ :- બે તીર્થકર નીલકમલની સમાન નીલવર્ણના હતા, યથા- મુનિસુવ્રત અને અરિષ્ટનેમિ. બે તીર્થકર પ્રિયંગુ વૃક્ષ જેવા વર્ણના હતા, યથા– મલ્લિનાથ અને પાર્શ્વનાથ.
બે તીર્થકર પદ્મકમલ જેવા ગૌરવર્ણના હતા, યથા– પદ્મપ્રભ અને વાસુપૂજ્ય. બે તીર્થકર ચંદ્ર જેવા શ્વેત–ગૌરવર્ણના હતા, યથા– ચંદ્રપ્રભ અને પુષ્પદંત.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં આ ચોવીસીના કેટલાક તીર્થકરોના શરીર વર્ણનું નિરૂપણ છે. આ દ્વિતીય સ્થાનના પ્રસંગે સૂત્રમાં સમાન વર્ણવાળા બે-બે તીર્થકરોના વર્ણનું કથન છે. તેમાં કુલ આઠ તીર્થકરોનું વર્ણન છે. શેષ ૧૬ તીર્થકરો કંચન–સુવર્ણ સમ વર્ણવાળા હતા.
પૂર્વમાં વસ્તુ વિભાગ - १९ सच्चप्पवायपुव्वस्स णं दुवे वत्थू पण्णत्ता । ભાવાર્થ :- સત્યપ્રવાદપૂર્વની બે વસ્તુ(મોટા અધિકાર) છે. બે તારાવાળા નક્ષત્ર :२० पुव्वाभद्दवया णक्खत्ते दुतारे पण्णत्ते । उत्तराभद्दवया णक्खत्ते दुतारे पण्णत्ते। पुव्वफग्गुणी णक्खत्ते दुतारे पण्णत्ते । उत्तराफग्गुणी णक्खत्ते दुतारे पण्णत्ते । ભાવાર્થ :- પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બે તારા કહ્યા છે. ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના બે તારા કહ્યા છે. પૂર્વા