________________
| સ્થાન-૨: ઉદ્દેશક-૪
૧૩૭ |
जहा- देसदरिसणावरणिज्जे चेव, सव्वदरिसणावरणिज्जे चेव । वेयणिज्जे कम्मे दुविहे पण्णत्ते, तं जहा- सायावेयणिज्जे चेव, असायावेयणिज्जे चेव । मोहणिज्जे कम्मे दुविहे पण्णत्ते, तं जहा- दंसणमोहणिज्जे चेव, चरित्तमोहणिज्जे चेव ।
आउए कम्मे दुविहे पण्णत्ते, तं जहा- अद्धाउए चेव, भवाउए चेव । णामे कम्मे दुविहे पण्णत्ते तं जहा- सुभणामे चेव, असुभणामे चेव । गोत्ते कम्मे दुविहे पण्णत्ते, तं जहा- उच्चागोए चेव, णीयागोए चेव । अंतराइए कम्मे दुविहे पण्णत्ते तं जहा- पडुप्पण्णविणासिए चेव, पिहितआगामिपहं चेव । ભાવાર્થ :- (૧) જ્ઞાનાવરણીય કર્મના બે પ્રકાર છે, યથા- દેશજ્ઞાનાવરણીય અને સર્વ જ્ઞાનાવરણીય. (૨) દર્શનાવરણીયકર્મના બે પ્રકાર છે, યથા- દેશ દર્શનાવણરણીય અને સર્વ દર્શનાવરણીય. (૩) વેદનીયકર્મના બે પ્રકાર છે, યથા- શાતા વેદનીય અને અશાતા વેદનીય. (૪) મોહનીય કર્મના બે પ્રકાર છે, યથા– દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય.
(૫આયુષ્ય કર્મના બે પ્રકાર છે, યથા– અદ્ધાયુષ્ય(કાયસ્થિતિનું આયુષ્ય) અને ભવાયુષ્ય (તે જ ભવનું આયુ.) (૬) નામ કર્મના બે પ્રકાર છે, યથા- શુભનામ અને અશુભનામ. (૭) ગોત્ર કર્મના બે પ્રકાર છે, યથા- ઉચ્ચગોત્ર અને નીચગોત્ર. (૮) અંતરાય કર્મના બે પ્રકાર છે, યથા- પ્રત્યુત્પન્ન વિનાશી (વર્તમાનમાં જે મળ્યું છે તેનો વિનાશ કરનારું કમ) અને પિહિત–આગામીપથ (ભવિષ્યના લાભને રોકનારું કર્મ.) વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં અપેક્ષાથી પ્રત્યેક કર્મના બે—બે ભેદ કર્યા છે.
જ્ઞાનાવરણીય - આત્માના જ્ઞાનગુણને આચ્છાદિત કરનારું, આવરિત કરનારું જ્ઞાનાવરણીય કર્મ છે. જ્ઞાનના એકદેશરૂપ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન વગેરે ચાર જ્ઞાન જે કર્મ દ્વારા આવરિત થાય તે દેશજ્ઞાનાવરણીય કહેવાય છે અથવા જ્ઞાનાવરણીયકર્મની દેશઘાતિ પ્રકૃતિ દેશજ્ઞાનાવરણીય છે. જે કર્મ દ્વારા કેવળજ્ઞાનસંપૂર્ણજ્ઞાન આવરિત થાય તે સર્વ જ્ઞાનાવરણીય કહેવાય છે અથવા જ્ઞાનાવરણીયની સર્વઘાતિ પ્રકૃતિ સર્વજ્ઞાનાવરણીય કહેવાય છે. દર્શનાવરણીય ઃ- આત્માના દર્શનગુણસામાન્ય બોધને આવરણ કરે તે દર્શનાવરણીય કર્મ કહેવાય છે. તેમજ જે કર્મ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શનને આવરિત કરે તે દેશ દર્શનાવરણીય કહેવાય છે અથવા દર્શનાવરણીય કર્મની દેશઘાતિ પ્રકૃતિ દેશ દર્શનાવરણીય કહેવાય છે..
કેવલદર્શનને આવરિત કરે તે સર્વ દર્શનાવરણીય કહેવાય છે અથવા નિદ્રા, નિદ્રા–નિદ્રા, પ્રચલા, પ્રચલા-પ્રચલા, ચાનષ્ક્રિનિદ્રા અને કેવલદર્શનાવરણીય તે સર્વઘાતિ પ્રકૃતિને સર્વદર્શનાવરણીય કહે છે.