________________
[ ૧૩૮ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧
વેદનીય-જીવને સુખ-દુઃખનુંવેદન કરાવે તે વેદનીય કર્મ છે. જે કર્મસુખરૂપે વેદિત થાય તે શાતાવેદનીય અને દુઃખરૂપે વેદિત થાય તે અશાતાવેદનીય કહેવાય છે.
મોહનીય :- આત્માને સાચા-ખોટાનો વિવેક થવા ન દે તે મોહનીય કર્મ છે. સાચી શ્રદ્ધા થવા ન દે તે દર્શન મોહનીય અને સામાયિકાદિ ચારિત્ર પ્રાપ્ત થવા ન દે તે ચારિત્ર મોહનીય કર્મ કહેવાય છે.
આયુષ્ય - પ્રતિસમયે જે વ્યતીત થાય તે આયુષ્ય કર્મ છે. તે જીવને પ્રાપ્ત દેહમાં રોકી રાખે છે. મનુષ્ય અને તિર્યંચ જેટલા સમય સુધી તે જ ભવને પ્રાપ્ત કરે, લગાતાર જેટલા ભવ તે જ ભવના કરે તે અદ્ધાયુષ્ય કહેવાય છે. વર્તમાન ભવનું આયુષ્ય તે ભવાયુષ્ય કહેવાય છે. નામ :- ગતિ-જાતિ શરીરાદિ વિવિધ રૂપો પ્રાપ્ત કરાવે તે નામ કર્મ. દેવગતિ, તીર્થકર નામકર્મ વગેરે શુભનામ છે અને નરકગતિ વગેરે અશુભનામ છે.
ગોત્ર :- ઉચ્ચ-નીચ કુળની પ્રાપ્તિમાં કારણભૂત કર્મ તે ગોત્ર કર્મ છે. લોકમાન્ય કુળમાં જન્મ થવો તે ઉચ્ચગોત્ર અને લોકનિન્દિતકુળમાં જન્મ થવો તે નીચગોત્ર કહેવાય છે.
અંતરાયઃ- દાન, લાભ વગેરેમાં વિદ્ગ–બાધા કરે તે અંતરાયકર્મ કહેવાય છે. વર્તમાનમાં પ્રાપ્ત થતા દ્રવ્યને નષ્ટ કરી નાખે તે પ્રત્યુપન્ન વિનાશી અંતરાય કર્મ છે અને ભવિષ્યમાં પ્રાપ્ત થનાર અર્થ-દ્રવ્યાદિ લાભને અટકાવે તે પિહિતાગામી પથ અંતરાય કર્મ છે.
રાગ-દ્વેષજનિત મૂચ્છ :१६ दुविहा मुच्छा पण्णत्ता, तं जहा- पेज्जवत्तिया चेव, दोसवत्तिया चेव । पेज्जवत्तिया मुच्छा दुविहा पण्णत्ता, तं जहा- माया चेव, लोभे चेव । दोसवत्तिया मुच्छा दुविहा पण्णत्ता, तं जहा- कोहे चेव, माणे चेव । ભાવાર્થ :- મૂર્છા બે પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– પ્રેયસ પ્રત્યયા-રાગને કારણે થતી મૂચ્છ અને ષ પ્રત્યયા- દ્વેષને કારણે થતી મૂચ્છ. રાગપ્રત્યયામૂર્છા બે પ્રકારની છે, યથા- માયા રૂપ અને લોભરૂપ. દ્વેષ પ્રત્યયા મૂચ્છ બે પ્રકારની છે, યથા– ક્રોધરૂપ અને માનરૂપ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં રાગ-દ્વેષ જનિત મૂચ્છનું વર્ણન છે. મૂચ્છ – કર્તવ્યા કર્તવ્યના વિવેકનો નાશ કરે તે મૂચ્છ. મોહ જ મૂર્છારૂપ છે. આ મૂચ્છ રાગના કારણે ઉદ્ભવે તો તે રાગપ્રત્યયા કહેવાય. તે માયા અને લોભરૂપ છે. દ્વેષના કારણે મૂચ્છ ઉદ્દભવે તો તે દ્વેષ પ્રત્યયા કહેવાય છે. તે ક્રોધ અને માન રૂપ છે.