________________
[ ૧૩૪ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
ભાવાર્થ :- આ લોક શું છે? જીવ અને અજીવ તે લોક છે. લોકમાં અનંત શું છે? જીવ અને અજીવ અનંત છે. લોકમાં શાશ્વત શું છે? જીવ અને અજીવ જ શાશ્વત છે. વિવેચન :
લોક, જીવ અને અજીવ સ્વરૂપ છે. કેવળજ્ઞાન રૂપ આલોક(પ્રકાશ) દ્વારા જે દેખાય તે લોક. તેમાં જીવ અને અજીવ બને અનંત છે અને શાશ્વત છે. બોધિ, બુદ્ધ, મોહ, મૂઢના બે-બે ભેદ :१३ दुविहा बोही पण्णत्ता, तं जहा- णाणबोही चेव, दसणबोही चेव । दुविहा बुद्धा पण्णत्ता, तं जहा- णाणबुद्धा चेव, सणबुद्धा चेव । ભાવાર્થ :- બોધિ બે પ્રકારની છે, યથા– (૧) જ્ઞાનબોધિ (૨) દર્શનબોધિ. બુદ્ધ બે પ્રકારના કહ્યા છે, યથા– (૧) જ્ઞાન બુદ્ધ અને (૨) દર્શન બુદ્ધ. १४ दुविहे मोहे पण्णत्ते, तं जहा- णाणमोहे चेव, सणमोहे चेव । दुविहा मूढा पण्णत्ता, तं जहा- णाणमूढा चेव, दसणमूढा चेव । ભાવાર્થ - મોહ બે પ્રકારના છે, યથા– (૧) જ્ઞાન મોહ (૨) દર્શન મોહ. મૂઢ બે પ્રકારના છે, યથા(૧) જ્ઞાન મૂઢ (૨) દર્શનમૂઢ. વિવેચન :ગોહા :- ઉપદેશ કે અધ્યયન વગેરેથી જે આત્મજાગૃતિ અને ધર્મરુચિ થાય તે 'બોધિ' કહેવાય છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જે જ્ઞાનની પ્રાપ્તિ થાય તે જ્ઞાનબોધિ અને દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમથી શ્રદ્ધાની પ્રાપ્તિ થાય તે દર્શનબોધિ કહેવાય છે. બોધિ પ્રાપ્ત જીવને બુદ્ધ કહે છે. તેના જ્ઞાન બુદ્ધ અને દર્શન બુદ્ધ, આ બે પ્રકાર ગુણની અપેક્ષાએ કર્યા છે. ગુણી તો એક જ છે. નોદે – મોહ બોધિનો પ્રતિપક્ષી છે. અહીં મોહ મૂઢતાના અર્થમાં છે. અયથાર્થ જ્ઞાન તે જ્ઞાનમૂઢતા છે. અયથાર્થ શ્રદ્ધા તે દર્શન મૂઢતા છે. જેમ બોધિથી યુક્ત જીવ બુદ્ધ કહેવાય તેમ મૂઢતાથી યુક્ત જીવ મૂઢ કહેવાય છે. જ્ઞાનની જાગૃતિથી બોધિ હોય છે અને અજ્ઞાનની આવૃત્તિથી મૂઢતા હોય છે. આઠ કર્મોના બે બે પ્રકાર :१५ णाणावरणिज्जे कम्मे दुविहे पण्णत्ते, तं जहा- देसणाणावरणिज्जे चेव सव्वणाणावरणिज्जे चेव । दरिसणावरणिज्जे कम्मे दुविहे पण्णत्ते, तं