________________
| સ્થાન-૨: ઉદ્દેશક-૪.
૧૩૫
સૂત્રગત વર્ણિત' આદિ પદોનો અર્થ આ પ્રમાણે છે. (૧) વર્ણિત :- ઉપાદેયરૂપથી સામાન્ય વર્ણન કરેલ. (૨) કીર્તિત – ઉપાદેય બુદ્ધિથી વિશેષ કથન કરેલ. (૩) ઉક્ત :- વ્યક્ત અને સ્પષ્ટ વચનોથી પ્રરૂપેલ. (૪) પ્રશસિત :- શ્લાઘા અથવા પ્રશંસા કરેલ. (૫) અભ્યનુજ્ઞાત :- કાર્ય કરવાની અનુજ્ઞા પ્રદત્ત કરવી, અનુમતિ દેવી.
ભગવાન મહાવીરે શ્રમણોને કોઈ પણ અપ્રશસ્ત મરણની આજ્ઞા આપી નથી. અપવાદમાર્ગે સંયમ અથવા શીલની રક્ષા માટે વૈહાયસ મરણ અને વૃદ્ધપૃષ્ટ મરણની આજ્ઞા આ સૂત્રથી સ્પષ્ટ છે.
પ્રશસ્ત મરણ બે પ્રકારના છે. ભક્ત પ્રત્યાખ્યાન અને પાદપોપગમન.
ભક્ત પ્રત્યાખ્યાન - ભોજન-પાનનો આજીવન ત્યાગ કરી સમાધિપૂર્વક પ્રાણ ત્યાગ કરવા તે ભક્ત પ્રત્યાખ્યાન. આ મરણની સાધનામાં સાધક પોતે પોતાની અને બીજાની વૈયાવચ્ચનો સ્વીકાર કરી શકે છે. પાદપોપગમન :- પોતાનું સામર્થ્ય જોઈ સાધુએ જે સંસ્તારક ઉપર સંથારો કરવાની ઈચ્છા હોય ત્યાં ઉઠવું–બેસવું અને પડખા ફેરવવા આદિ શારીરિક ક્રિયાઓથી રહિત બની, કાપેલી ઝાડની ડાળીની જેમ સસ્તારક ઉપર નિશ્રેષ્ટ રહેવું તે પાદપોપગમન સંથારો કહેવાય. આ અવસ્થામાં આહાર-પાણીનો ત્યાગ તો હોય જ છે. તેમજ તે સાધક કોઈ સાથે બોલતા નથી અને શરીરના કોઈ પણ અંગથી કોઈ પણ પ્રકારનો સંકેત કે કોઈ પ્રકારની ક્રિયા પણ કરતા નથી. તે જ અવસ્થામાં પ્રાણ ત્યાગ કરે, તે પાદપોપગમન મરણ કહેવાય છે. આ મરણથી મરનાર બીજાની વૈયાવચ્ચનો સ્વીકાર કરતા નથી તેમજ પોતે પોતાની સેવા પણ કરતા નથી. નીહારિમ–અનીહારિમ - જ્યારે વસતિ (ઉપાશ્રયાદિ)માં સંથારો કરી, મૃત્યુ થયું હોય તો મૃતદેહને બહાર કાઢી દાહ આદિ અંતિમ ક્રિયા કરવામાં આવે છે તેને નીહારિમ કહેવાય. જો ગિરિકંદરામાં સંથારો કરી મૃત્યુ થયું હોય તો તેના મૃતદેહનો ત્યાં જ ત્યાગ કરાય છે, તે અનીહારિમ કહેવાય છે. શ્રી આચારાંગ સૂત્રમાં ત્રણ પ્રકારના મરણને પંડિત મરણ અથવા પ્રશસ્ત મરણ કહ્યા છે. ભક્તપ્રત્યાખ્યાન,ઇગિતમરણ અને પાદપોપગમન. અહીં બે સ્થાનનો વિચાર હોવાથી ઈગિતમરણનું ગ્રહણ કર્યું નથી. તેમાં અન્ય દ્વારા સેવા લેવામાં આવતી નથી પરંતુ ઈગિત–નિશ્ચિતભૂમિમાં સ્વયં હરવું-ફરવું વગેરે ક્રિયા કરી શકે છે, તેનો સમાવેશ અહીં ભક્ત પ્રત્યાખ્યાનમાં કરવામાં આવે છે.
જીવાજીવરૂપ અનંત શાશ્વત લોક :|१२ के अयं लोगे? जीवच्चेव, अजीवच्चेव । के अणंता लोगे? जीवच्चेव अजीवच्चेव । के सासया लोगे ? जीवच्चेव अजीवच्चेव ।