________________
| ૧૩૪ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
મરણ અને અગ્નિ પ્રવેશ મરણ, વિષ ભક્ષણ મરણ અને શસ્ત્રાવપાટન મરણ; આ બે—બે પ્રકારના મરણ સમજવા.
શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથો માટે બે પ્રકારના મરણ વર્ણિત, કીર્તિત, પ્રરૂપિત, પ્રશસિત અને અભ્યનુજ્ઞાત કર્યા નથી, છતાં કોઈ વિશેષ કારણ ઉપસ્થિત થાય ત્યારે વેહાયસ અને વૃદ્ધ પૃષ્ટ, આ બે મરણને અભ્યનુજ્ઞાત કહ્યા છે.
શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથો માટે પાદપોપગમન મરણ અને ભક્ત પ્રત્યાખ્યાન મરણ; આ બે પ્રકારના મરણ હંમેશાં વર્ણિત, કીર્તિત, પ્રરૂપિત, પ્રશસિત અને અભ્યનુજ્ઞાત કહ્યા છે.
પાદપોપગમન મરણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– નીહારિમ અને અનીહારિમ. પાદપોપગમન મરણ નિયમથી અપ્રતિકર્મ હોય છે.
ભક્ત પ્રત્યાખ્યાન મરણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– નીહારિમ અને અનીહારિમ. ભક્તપ્રત્યાખ્યાન મરણ નિયમથી સપ્રતિકર્મ હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં (૧) બે—બે બોલના આશ્રયથી દશ પ્રકારના અપ્રશસ્ત અને અનુપાદેય મરણનું (૨) બે પ્રકારના અપ્રશસ્ત છતાં પ્રસંગોપાત ઉપાદેય મરણનું (૩) બે પ્રકારના પ્રશસ્ત મરણનું વર્ણન છે. આ રીતે કુલ ચૌદ પ્રકારના મરણનું વર્ણન છે. છતાં તેમાં અન્ય પણ અનેક ભેદ સમાવિષ્ટ છે.
મરણ બે પ્રકારના છે, તે અપ્રશસ્ત મરણ અને પ્રશસ્ત મરણ. જે મરણ કષાયવશ થાય છે તે અપ્રશસ્ત મરણ છે અને જે મરણ સમભાવપૂર્વક, શરીર ત્યાગ રૂપ છે તે પ્રશસ્ત મરણ કહેવાય છે. અપ્રશસ્ત મરણના વલમ્મરણ આદિ અનેક પ્રકાર કહ્યા છે, તેનુ સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. (૧) વલ”રણ- ગળું મરડીને મરવું. (૨) વશાર્તમરણ તરફડતા તરફડતા મરવું. ઈન્દ્રિયોના વિષયોને વશીભૂત થઈ, રિબાઈને મરવું. (૩) નિદાન મરણ- ઋદ્ધિ, ભોગાદિની ઈચ્છાથી મરવું. (૪) તભવ મરણ- પુનઃ મનુષ્યભવ પ્રાપ્ત કરવા માટે મરવું, કાશી કરવત લેવી. (૫) ગિરિપતન મરણ– પર્વત ઉપરથી પડીને મરવું. (૬) તરુપતન મરણ– વૃક્ષ ઉપરથી પડીને મરવું.(૭) જલ પ્રવેશ મરણદરિયા, નદી વગરેના અગાધ પાણીમાં પડીને મરવું. (૮) અગ્નિ પ્રવેશ મરણ– બળતી અગ્નિમાં પ્રવેશ કરીને મરવું, અગ્નિ દ્વારા બળી મરવું. (૯) વિષ ભક્ષણ મરણ-વિષ ખાઈને મરવું. (૧૦) શસ્ત્રાવપાટન મરણ– તલવારાદિ શસ્ત્ર દ્વારા મરવું. (૧૧) વૈહાયસ મરણ- ગળાફાંસો ખાઈને મરવું. (૧૨) વૃદ્ધ સ્પષ્ટ મરણ– મૃતક શરીરના ભક્ષણ માટે ગીઘ, સમડી વગેરે જીવો ભેગા થઈને, તે શરીરનું ભક્ષણ કરી જાય તેવું ગૃદ્ધ પૃષ્ટ મરણ કહેવાય અથવા વિશાળકાય હાથી આદિના મૃત શરીરમાં પ્રવેશ કરીને મરવું. આ પ્રકારે મરવાથી ગીધ આદિ પક્ષી હાથીના શબની સાથે તે મરનારના શરીરને પણ ચાંચ મારી-મારીને ખાઈ જાય છે.