________________
૧૩૨
શ્રી ઠાણાંગ સત્રન
વિવેચન :
ચારે ગતિમાં પરિભ્રમણ કરવું, તેનું નામ છે સંસાર. આ સંસારને એકીભાવથી પ્રાપ્ત જીવો સંસાર સમાપન કહેવાય છે. તે સંસારી જીવના ત્રસ અને સ્થાવર તેવા બે ભેદ કર્યો છે. તે પછી સિદ્ધો સહિત સર્વ જીવોનો સમાવેશ કરે તેવા બે બે પ્રકાર પ્રસ્તુત સૂત્રમાં બતાવ્યા છે. સૂત્રોક્ત તે પદોની વ્યાખ્યા આ પ્રમાણે છે.
સિદ્ધ અને અસિદ્ધ – કર્મ રહિત જીવો સિદ્ધ અને કર્મયુક્ત અસિદ્ધ કહેવાય છે. સંસાર સમાપન્નક જીવ અસિદ્ધ છે.
સઈન્દ્રિય અને અનિન્દ્રિય ઃ– ઈદ્રિય સહિત જીવો સઈન્દ્રિય અને ઈદ્રિયરહિત જીવો અનિન્દ્રિય કહેવાય છે. અપર્યાપ્તા, કેવળી અને સિદ્ધ જીવો અનિન્દ્રિય છે, શેષ સંસારી જીવો સઈન્દ્રિય છે.
સકાય અને અકાય – કાય–શરીર યુક્ત સંસારી જીવો સકાય અને શરીર રહિત સિદ્ધ જીવો અકાય કહેવાય છે.
સયોગી અને અયોગી :- કાયાદિયોગ યુક્ત જીવો સયોગી અને કાયાદિયોગ રહિત જીવો અયોગી કહેવાય છે. ૧૪માં ગુણસ્થાનવર્તી જીવો અને સિદ્ધ અયોગી છે, શેષ સયોગી છે.
સવેદી અને અવેદી :– ત્રણે વેદ સહિત તે સવેદી અને વેદ રહિત જીવો અવેદી કહેવાય છે. ૯ થી ૧૪ ગુણસ્થાનવી જીવો તથા સિદ્ધ અવેદી છે, શેષ જીવો સવેદી છે.
સકષાયી અને અકષાયીઃ– ૧૦મા ગુણસ્થાન સુધીના જીવો કષાય યુક્ત છે માટે તે સકષાયી અને ૧૧ થી ૧૪ ગુણસ્થાન વર્તી જીવો તથા સિદ્ધ કષાયરહિત છે માટે અકષાયી કહેવાય છે.
સલેશી અને અલેશી :– કૃષ્ણાદિ લેશ્યાયુક્ત ૧૩ ગુણસ્થાન સુધીના સંસારીજીવ સલેશી અને ૧૪મા ગુણસ્થાનવી જીવો તથા સિદ્ધ, શૈયા રહિત હોવાથી અલેશી છે.
જ્ઞાની અને અજ્ઞાની ઃ- સમ્યક્દષ્ટિ જીવો જ્ઞાની અને મિથ્યાદષ્ટિ જીવો અજ્ઞાની કહેવાય છે.
સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ ઃ– વિશેષ ોધ તે સાકાર ઉપયોગ અને સામાન્ય બોધ તે અનાકાર ઉપયોગ છે.
આહારક અને અનાહારક :– ઓજ, રોમ કે કવલ આહાર કરનાર આહારક અને તે આહારથી રહિત અનાહારક કહેવાય છે. વિગ્રહગતિવાળા, કેવળી સમુદ્દાતયુક્ત, અયોગી અને સિદ્ધ જીવો અનાહારક છે, કોષ જીવો આહારક છે.
ભાષક અને અભાષક :– ભાષા પર્યાપ્તિથી પર્યાપ્તા જીવ ભાષક, ભાષા પર્યાપ્તિથી રહિત જીવો અભાષક કહેવાય છે. એકેન્દ્રિયના પર્યાપ્તા અને અપર્યાપ્તા, બેઈન્દ્રિય વગેરેના અપર્યાપ્તા, ૧૪મા