________________
સ્થાન-૨: ઉદ્દેશક-૪
૧૩૧
ભાવાર્થ :- ક્રોધના બે પ્રકાર કહ્યા છે, યથા- આત્મપ્રતિષ્ઠિત અને પર પ્રતિષ્ઠિત. તે જ પ્રમાણે માનથી મિથ્યાદર્શન શલ્ય પર્યત સર્વ પાપના બે—બે પ્રકાર છે.
તે જ રીતે નારકીથી વૈમાનિક સુધી સર્વ દંડકોમાં જીવોના ક્રોધાદિના આત્મપ્રતિષ્ઠિત અને પર પ્રતિષ્ઠિત બે—બે પ્રકાર કહ્યા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સ્વ–પરનિમિત્તક કષાય આદિનું નિરૂપણ છે. અન્યના નિમિત્ત વિના સ્વયં પોતાની અંદર પ્રગટ થતા ક્રોધાદિ પાપો આત્મપ્રતિષ્ઠિત કહેવાય છે. અન્યના નિમિત્તથી ઉત્પન્ન થતા ક્રોધાદિ પાપો પરપ્રતિષ્ઠિત કહેવાય છે. પૃથ્વીકાયાદિ તથા અસંજ્ઞી પંચેન્દ્રિય વગેરે દંડકોમાં આત્મપ્રતિષ્ઠિત ક્રોધાદિ પૂર્વભવના સંસ્કારથી થાય છે. સર્વ જીવોના બે-બે પ્રકાર :१० दुविहा संसारसमावण्णगा जीवा पण्णत्ता, तं जहा- तसा चेव, थावरा चेव।
दुविहा सव्वजीवा पण्णत्ता, तं जहा- सिद्धा चेव, असिद्धा चेव । दुविहा सव्वजीवा पण्णत्ता, तं जहा- सइंदिया चेव अणिंदिया चेव । एवं सकायच्चेव अकायच्चेव । सजोगी चेव अजोगी चेव । सवेया चेव अवेया चेव। सकसाया चेव अकसाया चेव । सलेसा चेव अलेसा चेव । णाणी चेव अणाणी चेव । सागारोवउत्ता चेव अणागारोवउत्ता चेव । आहारगा चेव अणाहारगा चेव। भासगा चेव अभासगा चेव । चरिमा चेव अचरिमा चेव । ससरीरी चेव असरीरी चेव ।
सिद्ध सइंदियकाए, जोगे वेए लेसा य ।
णाणुवओगाहारे, भासग चरिमे य ससरीरी । ભાવાર્થ :- સંસાર-સમાપન્નક જીવ બે પ્રકારે કહ્યા છે, યથા-ત્રસ અને સ્થાવર.
| સર્વ જીવ બે પ્રકારે કહ્યા છે, યથા– સિદ્ધ અને અસિદ્ધ. સર્વ જીવ બે પ્રકારના કહ્યા છે, યથાસઈન્દ્રિય અને અનિદ્રિય તેમજ સકાય અને અકાય, સયોગી અને અયોગી, સવેદી અને અવેદી, સકષાયી અને અકષાયી, સલેશી અને અલેશી, જ્ઞાની અને અજ્ઞાની, સાકારોપયોગી અને અનાકારોપયોગી આહારક અને અનાહારક, ભાષક અને અભાષક, સશરીરી અને અશરીરી. આ રીતે બે-બે પ્રકાર જાણવા.
ગાથાર્થ– સિદ્ધ, સઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, વેશ્યા, જ્ઞાન, ઉપયોગ, આહારક, ભાસક, ચરમ, સશરીર. પ્રતિપક્ષ સહિત આ બોલ દ્વારા જીવના બેબે ભેદનું કથન કરવું.