________________
૧૨૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
વેદના. ઔપક્રમિકી વેદના- કર્મોદયથી થતી વેદના. શરીરમાં રોગાદિના કારણે જે વેદના થાય તે ઔપક્રમિકી વેદના કહેવાય છે.
આ બંને પ્રકારની વેદનાથી કર્મની ઉદીરણા થાય છે, કર્મનું વેદના થાય છે અને નિર્જરા થાય છે. આત્માનું પરલોક ગમન :
६ दोहिं ठाणेहिं आया सरीरं फुसित्ताणं णिज्जाइ, तं जहा- देसेणवि आया सरीरं फुसित्ता णं णिज्जाइ, सव्वेणवि आया सरीरगं फुसित्ता णं णिज्जाइ । एवं फुरित्ताणं, फुडित्ताणं, सवट्टइत्ताणं णिव्वट्टइत्ताणं । ભાવાર્થ :- બે પ્રકારે શરીરનો સ્પર્શ કરી આત્મા બહાર નીકળે છે, તે આ પ્રમાણે છે– એક દેશથી આત્મા શરીરનો સ્પર્શ કરીને બહાર નીકળે છે અને સર્વ પ્રદેશોથી શરીરનો સ્પર્શ કરી બહાર નીકળે છે.
તે જ પ્રમાણે આત્મા શરીરને સ્ફરિત(સ્પંદિત) કરી, સ્ફટિત કરી, સંવર્તિત(સંકોચિત) કરી, નિવૃત્ત જીવ-પ્રદેશોથી અલગ) કરી બહાર નીકળે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આત્માની શરીરમાંથી બહાર નીકળવાની બે રીતે પ્રદર્શિત કરી છે– દેશતઃ અને સર્વતઃ. સંસારી જીવોના આત્મ-પ્રદેશો શરીરના કોઈ એક ભાગથી બહાર નીકળે છે. જ્યારે જીવ સિદ્ધ થાય છે ત્યારે તે સિદ્ધ જીવોના આત્મપ્રદેશો સર્વાગથી (સંપૂર્ણ શરીરમાંથી) બહાર નીકળે છે. આત્મપ્રદેશો
જ્યારે શરીરમાંથી બહાર નીકળે છે ત્યારે આત્મપ્રદેશમાં કંપન, ફરણ, સંકોચન, નિવૃત્તિ થાય છે. તે પ્રત્યેક ક્રિયા બે પ્રકારે થાય છે.
લેખ – એક દેશના બે અર્થ કરવામાં આવે છે. પહેલાં થોડા આત્મપ્રદેશો શરીરમાંથી બહાર કાઢી પછી સર્વ આત્મ પ્રદેશો સાથે નીકળી જાય અથવા શરીરના એક દેશરૂપ ચરણાદિકોનો સ્પર્શ કરી, અન્ય અવયવો દ્વારા પ્રદેશોનો સંકોચ કરી શરીરમાંથી બહાર નીકળી જાય. સળેખ :- દડાની જેમ આત્મ પ્રદેશો એક સાથે બહાર નીકળી જાય અથવા સમસ્ત અંગોને સ્પર્શ કરી જીવ બહાર નીકળી જાય છે. જીવ એક દેશથી કે સર્વથી સ્પર્શ કરી બહાર નીકળે ત્યારે આત્મપ્રદેશો શરીરથી અલગ થાય છે. ક્ષય, ઉપશમથી જ્ઞાનાદિની પ્રાપ્તિ :७ दोहिं ठाणेहिं आया केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए, तं जहा