________________
સ્થાન-૨: ઉદ્દેશક-૪.
[ ૧૨૯ ]
खएण चेव उवसमेण चेव ।
दोहिं ठाणेहिं आया केवलं बोहिं बुज्झेज्जा, केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वएज्जा, केवलं बंभचेरवासमावसेज्जा, केवलेणं संजमेणं संजमेज्जा, केवलेणं संवरेणं संवरेज्जा, केवलमाभिणिबोहियणाणं उप्पाडेज्जा, केवल सुयणाणं उप्पाडेज्जा, केवल ओहिणाण उप्पाडेज्जा, केवलं मणपज्जवणाणं उप्पाडेज्जा, तं जहा- खएण चेव, उवसमेण चेव । ભાવાર્થ - બે પ્રકારે આત્મા કેવળી પ્રરૂપિત ધર્મને સાંભળી શકે છે, તે આ પ્રમાણે છે- કર્મોના ક્ષયથી અને ઉપશમથી.
ક્ષય અને ઉપશમ આ બે પ્રકારે આત્મા વિશુદ્ધ(પરમ)બોધિને પ્રાપ્ત કરે છે, મુંડિત થઈ ઘર છોડી સંપૂર્ણ અણગારપણાને પામે છે, સંપૂર્ણ બ્રહ્મચર્યવાસને પ્રાપ્ત કરે છે, સંપૂર્ણ સંયમથી સંયત થાય છે, સંપૂર્ણ સંવર દ્વારા સંવૃત્ત થાય છે, વિશુદ્ધ આભિનિબોધિક જ્ઞાનને પ્રાપ્ત કરે છે, વિશુદ્ધ શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરે છે, વિશુદ્ધ અવધિજ્ઞાનને પ્રાપ્ત કરે છે, વિશુદ્ધ મન:પર્યવ જ્ઞાનને પ્રાપ્ત કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આત્મશુદ્ધિના બે ઉપાય પ્રદર્શિત કર્યા છે. ક્ષય અને ઉપશમ.
૩વસમેન :– ક્ષય-કર્મનો નાશ. ઉપશમ-કર્મોના ઉદયને ઢાંકી દેવો. આ બંને અવસ્થામાં કર્મનું વદન થતું નથી. અહીં બીજું સ્થાન હોવાથી બે પદનું ગ્રહણ કર્યું છે પરંતુ ઉપશમ અને ક્ષયના ગ્રહણથી તે બંનેથી મિશ્રિત ક્ષયોપશમનું ગ્રહણ થઈ જાય છે. ઉપશમ માત્ર મોહનીય કર્મનો જ થાય છે. ક્ષય આઠે કર્મનો થાય છે અને ક્ષયોપશમ ચાર ઘાતી કર્મોનો થાય છે. તેથી સમકિત અને ચારિત્ર સંબંધિત સૂત્રોક્ત સર્વ અવસ્થાઓ ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમથી પ્રગટ થાય છે.
જ્ઞાન સંબંધિત અવસ્થાઓ ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાન તે–તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. કેવલજ્ઞાન માત્ર કેવલજ્ઞાનાવરણીયના ક્ષયથી થાય છે માટે તેનું ગ્રહણ અહીં કર્યું નથી. હેવન વોહં :- કેવલ શબ્દના અહીં બે અર્થ છે– (૧) સંપૂર્ણ બોધિ (૨) કેવલજ્ઞાની સર્વજ્ઞ પ્રભુના ધર્મમાં બોધિ.
વહિં :- બોધિ શબ્દનો અર્થ છે- ધર્મનું પ્રાપ્ત થવું, ધર્મની સમજણ થવી, આત્મ જાગૃતિ થવી, ધર્મ પામવો, હદયમાં ધર્મ ઊતરી જવો. બોધિ પ્રાપ્ત થવાથી અને સમજણ હૃદયમાં ઊતરવાથી જીવને (૧) સમકિતની પ્રાપ્તિ થાય છે. (૨) વ્રતનો બોધ થવાથી તે વ્રતધારી બને છે (૩) સંયમનો બોધ થવાથી