________________
સ્થાન-૨: ઉદ્દેશક-૪ .
| ૧૨૭ |
સળિખવાય - તેના બે સંસ્કૃત રૂપ છે–૧.શૈનઃપ્રપાત = ઝરણા, ૨. સનિધ્ધપાત = પ્રકોષ્ઠ–અપવરક.
સૂત્રોક્ત છાયા, આતપ આદિ જીવોથી વ્યાપ્ત હોય અથવા જીવોના આશ્રય સ્થાનરૂપ હોય છે. તેથી તે જીવ રૂપ છે અને સ્વયં પુદ્ગલ રૂપ હોવાથી અથવા અજીવના આધારભૂત હોવાથી તે અજીવ રૂપ પણ છે.
રાશિના બે પ્રકાર :| ४ दो रासी पण्णत्ता, तं जहा- जीवरासी चेव, अजीवरासी चेव । ભાવાર્થ :- રાશિ બે પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– જીવરાશિ અને અજીવરાશિ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં બે રાશિનું કથન છે. વિશ્વના સર્વ દ્રવ્ય જીવ-અજીવમાં વિભક્ત છે. રાશિનો અર્થ છે સમુદાય. જીવસમુદાય તે જીવરાશિ કહેવાય અને તે સિવાયના ધર્મ, અધર્મ, પુદ્ગલ વગેરે દ્રવ્ય અજીવ રાશિમાં સમાવિષ્ટ થઈ જાય છે.
કર્મબંધ અને ઉદીરણા આદિના બે-બે ભેદ :| ५ दुविहे बंधे पण्णत्ते, तं जहा- पेज्जबंधे चेव, दोसबंधे चेव । जीवा णं दोहि ठाणेहिं पावं कम्मं बंधंति, तं जहा- रागेण चेव, दोसेण चेव ।।
जीवा णं दोहिं ठाणेहिं पावं कम्मं उदीरेंति, तं जहा- अब्भोवगमियाए चेव वेयणाए, उवक्कमियाए चेव वेयणाए । एवं वेदेति णिज्जरेति ।। ભાવાર્થ :- બંધ બે પ્રકારના કહ્યા છે, યથા- રાગ બંધ અને દ્વેષ બંધ. જીવ બે પ્રકારે કર્મ બાંધે છે, યથા– રાગથી અને દ્વેષથી.
જીવ બે પ્રકારે પાપ કર્મની ઉદીરણા કરે છે, યથા- આભ્યપગમિકી વેદનાથી અને ઔપક્રમિકી વેદનાથી. તે જ પ્રમાણે આભ્યપગમિકી અને ઔપક્રમિકી વેદના દ્વારા જીવ કર્મોનું વેદના અને નિર્જરા કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં રાગ અને દ્વેષને કર્મબંધના બે મૂળ કારણ રૂપે દર્શાવ્યા છે તથા ઉદીરણા અને નિર્જરાના બે નિમિત્ત કારણ બતાવ્યા છે.
આવ્યગમિકી વેદના- અભ્યપગમ = સ્વીકાર. સ્વેચ્છાથી સ્વીકૃત કેશલુંચન, તપશ્ચર્યા આદિથી થનારી