________________
૧૨૬ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
જીવ અને અજીવરૂપ છાયાદિ :| ३ छायाइ वा आयवाइ वा दोसिणाइ वा अंधकाराइ वा ओमाणाइ वा उम्माणाइ वा अइयाणगिहाइ वा उज्जाणगिहाइ वा अवलिंबाइ वा सणिप्पवाताइ वा जीवाइ वा अजीवाइ वा पवुच्चइ । ભાવાર્થ :- છાયા, આતપ, જ્યોત્સના, અંધકાર, અવમાન, ઉન્માન, અતિયાનગૃહ, ઉદ્યાનગૃહ અવલિમ્બ, સનિપ્રવાત, આ સર્વ જીવ, અજીવ રૂપ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં છાયા વગેરે પુદ્ગલદ્રવ્યની પર્યાયમાં જીવ-અજીવરૂપતાનું દર્શન કરાવ્યું છે. છાયા- વૃક્ષાદિની છાયા કે પડછાયો, પ્રતિબિંબ. વૃક્ષ વગેરેની છાયામાં વૃક્ષ સજીવ છે અને છાયા પુદ્ગલ દ્રવ્યની પર્યાય હોવાથી અજીવ છે. આતાપ– સૂર્યના ઉષ્ણ પ્રકાશ-તડકાને આતાપ કહે છે. સૂર્ય વિમાન, પૃથ્વીકાયના જીવ રૂપ છે અને પ્રકાશ પુદ્ગલ દ્રવ્યની પર્યાય છે. જ્યોત્સના- ચંદ્રની શીતલ ચાંદની તે જ્યોત્સના. ચંદ્ર વિમાન, પૃથ્વીકાયના જીવ રૂપ છે. તત્ સંબંધિત શીતલ પ્રકાશ તે પુદ્ગલ દ્રવ્યની પર્યાય છે માટે તે અજીવ છે. અંધકાર– અંધકાર પુદ્ગલ દ્રવ્યની પર્યાય છે. તે અજીવ છે અને જીવના આશ્રયભૂત હોવાથી જીવરૂપ છે.
અવમાન- હાથ, મીટર આદિના માપને અવમાન કહે છે. ભૂમિ આદિના માપ માટે અવમાન શબ્દનો પ્રયોગ કરાય છે. મપાતી વસ્તુ અને માપનાર વ્યક્તિની અપેક્ષાએ તે જીવ રૂપ છે અને માપવાનું સાધન અજીવ હોવાથી તે અજીવ રૂપ છે.
ઉન્માન- તોળવાના રૂપમાં જેનો પ્રયોગ થાય છે જેમ કે રતી, માસા, તોલા, છટાંક, શેર, મણ, ગ્રામ, કિલો, ટન આદિ વજનના માપ છે. જોખાતી વસ્તુ અને જોખનારની અપેક્ષાએ તે જીવ રૂપ છે અને જોખવાના સાધનની અપેક્ષાએ અજીવ રૂપ છે. અતિયાન ગૃહ-નગરાદિના પ્રવેશદ્વાર પાસે જે ધર્મશાળા, હાથીખાના, બસ સ્ટેન્ડ વગેરે વિશાલ વાહનોને ઊભા રાખવાના સ્થાન હોય તે.
ઉદ્યાનગૃહ- ઉદ્યાન આદિમાં બનાવેલા સુંદર ગૃહ.
અવલિંબ– આ શબ્દના બે અર્થ છે– (૧) દેશ વિશેષ (૨) બહારના દરવાજાનો પ્રકોષ્ઠ.