________________
સ્થાન-૨ ઃ ઉદ્દેશક-૪
૧૫
સંખ્યા વધુ હોય તે. ખેટ— જે વસતિની ચોતરફ ઘૂળ(માટી)થી બનેલો પ્રાકાર હોય. કર્બટ— જ્યાં વસ્તુઓનો ક્રય–વિક્રય થતો ન હોય, અનૈતિક વ્યવસાય થતો હોય તેવા કુનગર. મડંબ– જે વસતિની ચારે બાજુ અડધા યોજનથી એક યોજન સુધી કોઈ ગામ ન હોય. દ્રૌણમુખ– જ્યાં ગમનાગમન જલ અને સ્થલ બન્ને માર્ગ હોય. પત્તન પત્તન બે પ્રકારના છે. જલપત્તન અને સ્થલપત્તન. જલપત્તન- જલના મધ્યવર્તી દ્વીપને અથવા જ્યાં જળમાર્ગે જ જવાનું હોય તે જલપત્તન અને સ્થલપત્તન- જમીનમાર્ગે જઈ શકાય તેવા ગામને સ્થલપતન કહે છે. આકર– જ્યાં સોનુ, લોઢું આદિની ખાણ હોય તે. આશ્રમ– તાપસોના નિવાસસ્થાન અથવા તીર્થસ્થાનને આશ્રમ કહે છે. સબાહ– ખેતી કરીને ધાન્યની રક્ષા માટે જે સમતલ– ભૂમિમાં અનાજ લાવવામાં આવે તે. સંન્નિવેશ— જ્યાં દૂર-સુદૂરના દેશોમાં વ્યાપાર અર્થે જનારા સાર્થવાહો વસે છે તે અથવા જ્યાં સેના આદિ રહે છે તે સ્થાન(છાવણી). ઘોષ– જયાં દૂધ-ઘી વેચનારા ભરવાડો વગેરે વસે તે.
આરામ– જ્યાં અનેક પ્રકારના વૃક્ષો અને વેલડીઓ હોય, કેળ વગેરેથી ઢાંકેલા ઘર હોય, નગરનિવાસી લોકો આવીને મનોરંજન કરતા હોય; તેવા નગરના સમીપવર્તી બગીચાને આરામ કહે છે. ઉધાન– પત્ર, પુષ્પ, ફલ, છાયાદિવાળા વૃક્ષોથી સુશોભિત સ્થાનમાં વિશેષ અવસરે જઈ ભોજન સમારંભ આદિ આયોજનો કરાય તે. વન, વનખંડ– જ્યાં એક જાતિના વૃક્ષ હોય તે વન અને અનેક જાતિના વૃક્ષ હોય તે વનખંડ. વાપી- ચાર ખૂણાવાળા જળાશયને વાપી કહે છે. પુષ્કરિણી- ગોળાકાર નિર્મિત જળાશય અથવા જેમાં કમળ ખીલે તે. સર અથવા સરોવર– ઊંચાણના વિસ્તારમાં સ્વતઃ બનેલું
જળાશય.
સર-પંક્તિ- પંક્તિબદ્ધ સરોવરો સરપક્તિ કહેવાય છે. અગડ– કૂવો. તળાવ– મનુષ્યો દ્વારા ભૂમિ ખોદીને બનાવેલ જલાશય. હુ- હિમવાન આદિ પર્વતો ઉપર સ્વાભાવિક બનેલ સરોવર અથવા નદીઓના નીચેના ભાગમાં જ્યાં ઊંડાણવાળા ભાગમાં પાણી ભરેલું હોય. (જેને ધુનો કહેવાય) તે દ્રહ.
વાતસ્કંધ– ઘનવાત, તનવાત આદિ વાયુના સમૂહને વાતસ્કંધ કહે છે. અવકાશાન્તર- ઘનવાતાદિ વાયુસ્કંધોની નીચે રહેલ આકાશને અવકાશાન્તર કહે છે. વાત વલય– લોકને ફરતા વીંટળાયેલ વાયુના વલય. વિગ્રહ– લોકના વળાંકવાળા ભાગને વિગ્રહ કહે છે. વેલા– સમુદ્રના જલની વૃદ્ધિને વેલા કહેવાય. દ્વાર– દીપ, સમુદ્ર અને નગરાદિમાં પ્રવેશ કરવાનો માર્ગ, તોરણ– દ્વારની ઉપરનો કલાત્મક અર્ધચંદ્રાકાર વિભાગ. નરકાવાસ– નારકોને રહેવાના નિવાસ સ્થાન. વૈમાનિકાવાસ–વૈમાનિક દેવોના નિવાસસ્થાન. વર્ષ ભરતાદિ ક્ષેત્રોને વર્ષ કહેવાય. વર્ષધર– હિમવાન આદિ પર્વતોને વર્ષધર કહે છે. ફૂટાકાર- ફૂટના આકારે નિર્મિત (ગોળ ગુંબજના આકારવાળા)ભવનોને કૂટાકાર કહે છે. વિજય—મહાવિદેહના ક્ષેત્રખંડોને વિજય કહે છે. રાજધાની– વિજયોની મુખ્યનગરી. પ્રસ્તુત સૂત્રમાં રાજધાની શબ્દ બે વાર છે. પ્રથમ રાજધાની શબ્દથી સામાન્ય રાજાઓની રાજધાનીનું કથન છે. બીજીવારના શબ્દપ્રયોગ દ્વારા મહાવિદેહ ક્ષેત્રની વિજયોની રાજધાનીનું કથન છે.
આ સર્વ સ્થાનો જીવ–અજીવથી સંયુક્ત હોવાથી તેને જીવ–અજીવ રૂપ કહ્યા છે.