________________
૧૨૪]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
કરાય છે. દસ કોટા કોટી પલ્યોપમ = ૧ સાગરોપમ, ૧૦ કોટી કોટી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી કાળ. આ રીતે ૧૦ કોટાકોટી સાગરોપમ = એક અવસર્પિણીકાળ એમ ૨૦ કોટાકોટી સાગરોપમ = ૧ કાલચક્ર.
સંખ્યાતવર્ષના આયુષ્યવાળા પ્રથમ નરકના નારક, ભવનપતિ અને વ્યંતર દેવો તથા ભરત અને ઐરાવત ક્ષેત્રમાં સુષમ દુષમ આરાના અંતિમ ભાગમાં થનારા મનુષ્ય અને તિર્યંચોના આયુષ્યનું પ્રમાણ બતાવવા શીર્ષ પ્રહેલિકા સુધીના કાલ વ્યવહારનો ઉપયોગ કરાય છે અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા દેવ, નારક અને મનુષ્ય તેમજ તિર્યંચોનું આયુષ્ય પલ્યોપમ અને સાગરોપમથી મપાય છે. જીવ અને અજીવરૂપ ગ્રામાદિ :| २ गामाइ वा णगराइ वा णिगमाइ वा रायहाणीइ वा खेडाइ वा कब्बडाइ वा मंडबाइ वा दोणमुहाइ वा पट्टणाइ वा आगराइ वा आसमाइ वा संबाहाइ वा सण्णिवेसाइ वा घोसाइ वा आरामाइ वा उज्जाणाइ वा वणाइ वा वणसंडाइ वा वावीइ वा पुक्खरणीइ वा सराइ वा सरपतीइ वा अगडाइ वा तलागाइ वा दहाइ वा णदीइ वा पुढवीइ वा उदहीइ वा वातखंधाइ वा उवासंतराइ वा वलयाइ वा विग्गहाइ वा दीवाइ वा समुद्दाइ वा वेलाइ वा वेइयाइ वा दाराइ वा तोरणाइ वा रइयाइ वा रइयावासाइ वा जाव वेमाणियाइ वा वेमाणियावासाइ वा कप्पाइ वा कप्पविमाणावासाइ वा वासाइ वा वासधरपव्वयाइ वा कूडाइ वा कूडागाराइ वा विजयाइ वा रायहाणीइ वा; जीवाइ या अजीवाइ या पवुच्चइ ।। ભાવાર્થ :- ગામ, નગર, નિગમ, રાજધાની, ખેટ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પતન, આકર, આશ્રમ, સંબાહ, સંન્નિવેશ, ઘોષ, આરામ, ઉદ્યાન, વન, વનખંડ, વાપી, પુષ્કરણી, સર, સરપંક્તિ, કૂપ, તળાવ, દ્રહ, નદી, પૃથ્વી, ઉદધિ, વાતસ્કંધ, અવકાશાન્તર, વલય, વિગ્રહ, દ્વીપ, સમુદ્ર, વેલા, વેદિકા, દ્વાર, તોરણ, નરક, નરકાવાસ તથા વિમાન, વિમાનાવાસ, કલ્પ, કલ્પવિમાનાવાસ, વર્ષ, વર્ષધર પર્વત, કૂટ, કૂટાગાર, વિજય, રાજધાની, આ સર્વ જીવ અને અજીવ રૂપ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવ–અજીવથી વ્યાપ્ત ગામ વગેરે સ્થાનોને જીવ–અજીવરૂપ કહ્યા છે. ગ્રામ, નગરાદિમાં રહેનારા જીવોની અપેક્ષાએ તે જીવ રૂપ છે અને તે ઈર્ટ, ચૂના, પથ્થરાદિથી બનેલા હોવાથી અજીવ છે.
ગ્રામ-જે ગામમાં પ્રવેશ કરવાનો કર લાગે. નગર-જ્યાં કર લાગતા નથી, તેવા લોકોના રહેવાના સ્થાન. રાજધાની– જ્યાં રાજા રહેતા હોય તે નગરને રાજધાની કહેવાય. નિગમ- જ્યાં વ્યાપારીઓની