________________
| સ્થાન-૨: ઉદ્દેશક-૪.
[ ૧૨૩ ]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સમય, આવલિકા વગેરે કાળ દ્રવ્યના એકમોને જીવ–અજીવ રૂપ દર્શાવેલ છે. કાળ એક દ્રવ્ય છે. 'વર્તના' તેનું લક્ષણ છે, તે દ્રવ્યોની પર્યાયોના પરિવર્તનમાં નિમિત્ત બને છે. જીવની પર્યાય-અવસ્થાઓના પરિવર્તનમાં સહકારી નિમિત હોવાથી સમયાદિ કાળ જીવ રૂપ છે અને ધર્માસ્તિકાય વગેરે અજીવ દ્રવ્યની પર્યાયોના પરિવર્તનમાં નિમિત્ત બનવાના કારણે કાળ અજીવરૂપ છે.
કાળ ગણનાની અપેક્ષાએ તેના બે ભેદ છે- ગણનાકાલ અને ઉપમાકાલ.
ગણનાકાલઃ- જે કાલનું માપ સંખ્યાથી ગણના કરીને બતાવી શકાય, તેને ગણના કાલ કહે છે. શીર્ષપ્રહેલિકા પર્યતનો કાલ ગણનાકાલ છે. ઉપમાકાલઃ- જે કાલનું માપ ગણનાથી થઈ શકતું નથી. જેને ઉપમાના માધ્યમથી સમજાવી શકાય તેને ઉપમાકાલ કહે છે. પલ્યોપમ અને સાગરોપમ ઉપમાકાલ છે.
સમય :- કાલના સૂક્ષ્મ, અભેદ્ય અને નિરવયવ અંશને સમય કહે છે. તે ગણનાકાલનું આ
એકમ છે.
આવલિકા:- અસંખ્યાત સમયના સમુદાયને આવલિકા કહે છે.
આણપ્રાણઃ - સંખ્યાત આવલિકા પ્રમાણ કાલને આણ–પ્રાણ કહે છે. તેનું બીજુ નામ ઉચ્છવાસ–નિઃશ્વાસ છે. હૃષ્ટ–પુષ્ટ, નીરોગી, સ્વસ્થ વ્યક્તિને એક વાર શ્વાસ લેવા અને મૂકવામાં જેટલો સમય લાગે તે આણ–પ્રાણ કહેવાય છે.
અસંખ્યાત સમય = ૧ આવલિકા
૩ ઋતુ = ૧ અયન સંખ્યાત આવલિકા = ૧ આણપ્રાણ
૨ અયન = ૧ સંવત્સર ૭ આણપ્રાણ = ૧ સ્ટોક
૫ સંવત્સર = ૧ યુગ ૭ સ્તોક = ૧ લવ
૨૦ યુગ = ૧ શત વર્ષ ૭૭ લવ અથવા ૩૭૭૩ આણપ્રાણ = ૧ મુહૂર્ત ૧૦ શત વર્ષ = ૧ સહસ વર્ષ ૩૦ મુહૂર્ત = 1 અહોરાત્ર
૧૦૦ સહસવર્ષ = ૧લાખ વર્ષ ૧૫ અહોરાત્ર = ૧ પક્ષ
૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાગ ૨ પક્ષ = ૧ માસ
૮૪ લાખ પૂર્વાગ = ૧ પૂર્વ ૨ માસ = ૧ ઋતુ
૮૪ લાખ પૂર્વ = ૧ ત્રુટિતાંગ પૂર્વ સંખ્યાઓને ૮૪-૮૪ લાખથી ગુણતાં ત્યાર પછીની સંખ્યા પ્રાપ્ત થાય છે. આ રીતની ગણના શીર્ષપ્રહેલિકાપર્યત થાય છે. શીર્ષ પ્રહેલિકામાં ૫૪ આંકડા અને ૧૪૦ શૂન્ય હોય છે. તે ગણનાકાલનું અંતિમ એકમ છે. જોકે શીર્ષપ્રહેલિકાથી આગળ પણ સંખ્યાત કાલ છે. તે કાળની ગણના ઉપમા દ્વારા