________________
સ્થાન–૨ ઃ ઉદ્દેશક ૩
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પુષ્કરાદ્ઘ દ્વીપના ક્ષેત્ર, પર્વતાદિનું કથન છે. કાલોદધિ સમુદ્રને ફરતો ૧૬ લાખ યોજનનો વલયાકાર વિસ્તારવાળો પુષ્કર દ્વીપ છે. તેની મધ્યમાં માનુષોત્તર પર્વત ચૂડી આકારે છે. જે પુષ્કરદ્વીપના બે વિભાગ કરે છે. તેમાં માનુષોત્તર પર્વત પર્યંત અર્ધપુષ્કર દ્વીપ આઠ લાખ યોજન છે. તેમાં ધાતકીખંડ દ્વીપની જેમ બે ઈક્ષુકાર પર્વત છે. તેથી તેના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધ બે વિભાગ છે.
૧૧૭
પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધ બે વિભાગ હોવાના કારણે ધાતકીખંડ દ્વીપની સમાન પુષ્કરાદ્ઘ દ્વીપમાં પણ પ્રત્યેક ક્ષેત્ર, પર્વતાદિ જંબુદ્રીપથી બમણા છે.
સર્વદ્વીપ સમુદ્રોની વેદિકા બહારની તરફ હોય છે. તે બે ગાઉની ઊંચી હોય છે. એક માત્ર જંબૂઢીપની જગતી આઠ યોજનની ઊંચી છે. વધારે ઊંચી હોવાથી તેને વેદિકા ન કહેતાં જગતી કહી છે. વ્યવહારમાં પણ અલ્પ ઊંચાઈવાળી બાઉન્ડ્રીને પાળી કહે છે અને વધારે ઊઁચીને દિવાલ કે ગઢ કહે છે.
ચોસઠ ઈન્દ્રોના નામ :
६७ दो असुरकुमारिंदा पण्णत्ता, તેં નહીં- અમો સેવ, વતી સેવ । જો णागकुमारिंदा पण्णत्ता, તેં નહા- ધને સેવ, મૂયાળકે ચેવ । તે सुवण्णकुमारिंदा पण्णत्ता, तं जहा- वेणुदेवे चेव, वेणुदाली चेव । दो विज्जुकुमारिंदा पण्णत्ता, तं जहा- हरिच्चेव, हरिस्सहे चेव । दो अग्गिकुमारिंदा पण्णत्ता, तं जहा- अग्गिसिहे चेव, अग्गिमाणवे चेव । दो दीवकुमारिंदा पण्णत्ता, तं जहा - पुण्णे चेव, विसिट्टे चेव । दो उदहिकुमारिंदा પળત્તા, તં નહીં- નાતે ચેવ, નલખમે સેવ । વિજ્ઞામારિવા પળત્તા, તેં નહીં- અમિયતિ સેવ, અમિતવાહને ચેવ । તો વાયુ- મારિ પળત્તા, तं जहा- वेलंबे चेव, पभंजणे चेव । दो थणियकुमारिंदा पण्णत्ता, तं ગાघोसे चेव, महाघोसे चेव ।
ભાવાર્થ :– (૧–૨) અસુર કુમારના બે ઈન્દ્ર છે, યથા– ચમર અને બલી.(૩–૪) નાગકુમારના બે ઈન્દ્ર છે, યથા— ધરણ અને ભૂતાનન્દ. (૫–૬) સુવર્ણ કુમારના બે ઈન્દ્ર છે, યથા– વેણુદેવ અને વેણુદાલી. (૭–૮) વિદ્યુત કુમારના બે ઈન્દ્ર છે, યથા– હરિ અને હરિસ્સહ. (૯–૧૦) અગ્નિકુમારના બે ઈન્દ્ર છે, યથા– અગ્નિશિખ અને અગ્નિમાનવ. (૧૧–૧૨) દ્વીપ કુમારના બે ઈન્દ્ર છે, યથા– પૂર્ણ અને વિશિષ્ટ. (૧૩–૧૪) ઉદધિકુમારના બે ઈન્દ્ર છે, યથા– જલકાન્ત અને જલપ્રભ. (૧૫–૧૬) દિશાકુમારના બે ઈન્દ્ર છે, યથા– અમિતગતિ અને અમિતવાહન. (૧૭–૧૮) વાયુકુમારના બે ઈન્દ્ર છે, યથા– વેલમ્બ અને પ્રભંજન. (૧૯–૨૦) સ્તનિત કુમારના બે ઈન્દ્ર છે, યથા– ઘોષ અને મહાઘોષ.
६८ दो पिसाइंदा पण्णत्ता, तं जहा- काले चेव, महाकाले चेव । दो भूइंदा
I