________________
૧૧૬ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
तहेव जहा जंबुद्दीवे जाव दो कुराओ पण्णत्ताओ, तं जहा- देवकुरा चेव उत्तरकुरा चेव । तत्थ णं महइमहालया महहुमा पण्णत्ता, तं जहाकूडसामली चेव, पउमरुक्खे चेव । देवा- गरुले चेव वेणुदेवे, पउमे चेव । सेसं तं चेव जाव छव्विहपि कालं पच्चणुभवमाणा विहरति । ભાવાર્થ :- અર્ધ પુષ્કરવર દ્વીપના પૂર્વાર્ધના મંદર પર્વતની ઉત્તર-દક્ષિણમાં બે ક્ષેત્ર કહ્યા છે, યથાદક્ષિણમાં ભરત અને ઉત્તરમાં ઐરવત. તે બન્ને ક્ષેત્ર પ્રમાણની દષ્ટિથી ક્ષેત્રફળ પર્યત સર્વથા સમાન છે.
- શેષ વર્ણન પૂર્વ સૂત્રોક્ત જંબૂદ્વીપના વર્ણન અનુસાર જાણવું યાવતું ત્યાં બે કુરુક્ષેત્ર કહ્યા છે, યથા- દેવકુરુ અને ઉત્તરકુરુ. ત્યાં બે મહાન–વિશાળ વૃક્ષ કહ્યા છે, યથા- કૂટશાલ્મલી અને પદ્મવૃક્ષ. તેમાં કૂટશાલ્મલી વૃક્ષ પર ગરુડજાતિના વેણુદેવ અને પદ્મવૃક્ષ પર પધદેવ રહે છે. ત્યાર પછી ભારત અને ઐરાવત આ બન્ને ક્ષેત્રોના મનુષ્યો છએ આરાના ભાવોનો અનુભવ કરતાં વિચરે છે, ત્યાં સુધીનું વર્ણન પૂર્વોક્ત જેબૂદ્વીપના વર્ણન સમાન જાણવું. ६३ पुक्खरवरदीवड्डपच्चत्थिमद्धे णं मंदरस्स पव्वयस्स उत्तरदाहिणेणं दो वासा पण्णत्ता । तहेव णाणत्तं- कूडसामली चेव, महापउमरुक्खे चेव । देवागरुले चेव वेणुदेवे, पुंडरीए चेव । ભાવાર્થ :- અર્ધ પુષ્કરવર દ્વીપના પશ્ચિમાર્થના મંદર પર્વતની ઉત્તર-દક્ષિણમાં બે ક્ષેત્ર કહ્યા છે. દક્ષિણમાં ભારત અને ઉત્તરમાં ઐરાવત વગેરે સર્વ વર્ણન જંબુદ્વીપ પ્રમાણે જાણવું. વિશેષતા એટલી છે કે ત્યાં બે વૃક્ષના નામ કૂટશાલ્મલી અને મહાપદ્મ છે. તેમાં ગરુડ–વેણુદેવ અને પુંડરીક દેવ રહે છે. ६४ पुक्खरवरदीवड्डे णं दीवे दो भरहाई, दो एरवयाइं जाव दो मंदरा, दो मंदर चूलियाओ। ભાવાર્થ- અર્ધ પુષ્કરદ્વીપમાં બે ભરત, બે ઐરવતથી લઈને બે મંદર, બે મંદરચૂલિકા સુધી સર્વ સ્થાન બે-બે છે. ६५ पुक्खरवरस्स णं दीवस्स वेइया दो गाउयाई उड्डमुच्चत्तेणं पण्णत्ता । ભાવાર્થ :- પુષ્કરવર દ્વીપની વેદિકા બે ગાઉ ઊંચી કહી છે. ६६ सव्वेसि पिणं दीवसमुदाणं वेइयाओ दो गाउयाई उड्डमुच्चत्तेणं पण्णत्ताओ। ભાવાર્થ :- સર્વ દ્વીપ અને સમુદ્રોની વેદિકાઓ બે ગાઉ ઊંચી હોય છે.