________________
૧૧૦ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
વેદિકા બે ગાઉ ઊંચી છે.
વિવેચન :
એકલાખ યોજન વિસ્તારવાળા જંબૂઢીપને ફરતો લવણ સમુદ્ર છે. તેનો વિસ્તાર આ સૂત્રમાં બે લાખ યોજન કહ્યો છે. લવણ સમુદ્રનો આકાર ચૂડી જેવો છે. જેમ ચૂડીમાં પહોળાઈ (વિસ્તાર) અને ઘેરાવો (પરિધિ) હોય છે તેમ લવણ સમુદ્રની પણ પહોળાઈ અને પરિધિ હોય છે. પ્રસ્તુત સૂત્રમાં તેની પહોળાઈ (વિસ્તાર)માટે ચક્રવાલ વિખંભ શબ્દનો પ્રયોગ છે. તેનો અર્થ એ થાય છે કે લવણ સમુદ્રના પાણીનો વિસ્તાર બે લાખ યોજન છે અને તેનો ઘેરાવો સાધિક પંદરલાખ યોજન થાય છે.
વેચી :- બધા દ્વીપ સમુદ્રોને ફરતી પાળી (વેદિકા) હોય, તે કોટ સમાન હોય છે, તેને જગતી પણ કહે છે. આ સુત્રમાં તેને માટે વે - વેદિકા શબ્દનો પ્રયોગ છે. વેદિકાનો અર્થ પણ પાળી જ થાય છે. લવણ સમુદ્રને બહારની તરફ બે ગાઉની ઊંચી પાળી છે.
ધાતકીખંડ દ્વીપ :
५० धायइसंडे दीवे पुरथिमीणं मंदरस्स पव्वयस्स उत्तरदाहिणेणं दो वासा पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं तं जहा- भरहे चेव, एरवए चेव ।
एवं जहा जंबुद्दीवे तहा एत्थवि भाणियव्वं जाव दोसु वासेसु मणुया छव्विहंपि कालं पच्चणुभवमाणा विहरंति, तं जहा- भरहे चेव, एरवए चेव, णवरं कूडसामली चेव, धायइरुक्खे चेव । देवा गरुले चेव वेणुदेवे, सुदंसणे चेव । ભાવાર્થ :- ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં મંદર પર્વતની ઉત્તર-દક્ષિણમાં બે ક્ષેત્ર કહ્યા છે. દક્ષિણમાં ભરત અને ઉત્તરમાં ઐરવત. તે બન્ને ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ ક્ષેત્રફળ પર્યત સર્વથા સમાન છે.
ભરત અને ઐરાવત આ બન્ને ક્ષેત્રોમાં મનુષ્યો છએ આરાના ભાવોને અનુભવે છે, ત્યાં સુધીનું સમસ્ત વર્ણન જંબુદ્વીપના વર્ણન પ્રમાણે જાણવું. વિશેષતા એ છે કે અહીં બે વૃક્ષના નામ કૂટશાલ્મલી અને ધાતકી વૃક્ષ છે કૂટશાલ્મલી વૃક્ષ ઉપર ગરુડકુમાર જાતિના વેણુદેવ અને ધાતકી વૃક્ષ ઉપર સુદર્શન દેવ રહે છે.[ આ પૂર્વાર્ધનું વર્ણન છે.]
५१ धायइसंडे दीवे पच्चत्थिमद्धे णं मंदरस्स पव्वयस्स उत्तरदाहिणेणं दो वासा पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं तं जहा- भरहे चेव, एरवए चेव ।
एवं जहा जंबुद्दीवे तहा एत्थवि भाणियव्वं जाव छव्विहंपि कालं पच्चुभवमाणा विहरंति, तं जहा- भरहे चेव, एरवए चेव, णवरं कूडसामली