________________
૧૦૬ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
जंबुद्दीवे दीवे दोसु वासेसु मणुया सया सुसममुत्तमं इड्डि पत्ता पच्चणुभवमाणा विहरति, तं जहा- हरिवासे चेव, रम्मगवासे चेव ।
जंबुद्दीवे दीवे दोसु वासेसु मणुया सया सुसमदूसममुत्तमं इडि पत्ता पच्चणु- भवमाणा विहरति, तं जहा- हेमवए चेव, हेरण्णवए चेव ।
जंबुद्दीवे दीवे दोसु खेत्तेसु मणुया सया दूसमसुसममुत्तमं इड्डि पत्ता पच्चणु- भवमाणा विहरति, तं जहा- पुव्वविदेहे चेव, अवरविदेहे चेव ।
__ जंबुद्दीवे दीवे दोसु वासेसु मणुया छव्विहंपि कालं पच्चणुभवमाणा विहरंति, तं जहा- भरहे चेव, एरवए चेव । ભાવાર્થ – જંબૂઢીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં દેવકુફ્ટ અને ઉત્તરમાં ઉત્તરકુરુક્ષેત્રમાં રહેનારા મનુષ્યો સુષમ-સુષમ નામના પહેલા આરાની ઉત્તમ ઋદ્ધિનો સદા અનુભવ કરે છે.
જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં હરિક્ષેત્ર અને ઉત્તરમાં રમ્યકક્ષેત્રમાં રહેનારા મનુષ્યો સુષમ નામના બીજા આરાની ઉત્તમ ઋદ્ધિનો સદા અનુભવ કરે છે.
જંબદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં હેમવય ક્ષેત્રમાં અને ઉત્તરમાં હેરણ્યવય ક્ષેત્રમાં રહેનારા મનુષ્ય સદા સુષમ-દુષમ નામના ત્રીજા આરાની ઉત્તમ ઋદ્ધિનો અનુભવ કરે છે.
જંબૂઢીપ નામના દ્વીપના મંદર પર્વતની પૂર્વમાં પૂર્વ વિદેહ અને પશ્ચિમમાં અપર(પશ્ચિમ) વિદેહ ક્ષેત્રમાં રહેનારા મનુષ્યો સદા દુષમ-સુષમ નામના ચોથા આરાની ઉત્તમ ઋદ્ધિનો અનુભવ કરે છે.
જંબુદ્વીપ નામના દીપના મંદર પર્વતની દક્ષિણમાં ભરતક્ષેત્ર અને ઉત્તરમાં ઐરાવતક્ષેત્રમાં રહેનારા મનુષ્ય છએ આરાના ભાવોને અનુભવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં બે બે ક્ષેત્રોમાં કાલની સ્થિતિનો નિર્દેશ છે. જંબૂદ્વીપમાં ભરત, ઐરવત, પૂર્વ-પશ્ચિમ મહાવિદેહક્ષેત્ર તે ત્રણ કર્મભૂમિના ક્ષેત્ર અને હેમવય, હૈરણ્યવય, હરિવર્ષ, રમ્યફવર્ષ, દેવકુરુ, ઉત્તરકુરુ તે છ અકર્મભૂમિના ક્ષેત્રો છે. તેમાં કર્મભૂમિના બે ક્ષેત્ર ભારત અને ઐરવતમાં જ કાલપરિવર્તન થાય છે. ત્યાંના મનુષ્યો છએ આરાના ભાવોને અનુભવે છે. શેષ ક્ષેત્રોમાં એક નિયતકાલ હોય છે. જે કાલ હોય તે ક્ષેત્રના મનુષ્ય તે ભાવોને અનુભવે છે, તે સૂત્રભાવાર્થથી સ્પષ્ટ છે. જંબૂઢીપમાં બે-બે ચંદ્ર સૂર્ય :४४ जंबुद्दीवे दीवे दो चंदा पभासिंसु वा पभासेंति वा पभासिस्संति वा दो