________________
સ્થાન–૨ ઃ ઉદ્દેશક-૩
उप्पज्जिसु वा उप्पज्जंति वा उप्पज्जिस्संति वा ।
जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु एगसमये एगजुगे दो चक्कवट्टी उप्पज्जिसु वा उप्पज्जंति वा उप्पज्जिस्संति वा ।
૧૦૫
जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु एगसमये एगजुगे दो बलदेवा उप्पज्जिसु वा उप्पज्जंति वा उपज्जिस्संति वा ।
जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु एगसमये एगजुगे दो वासुदेवा उप्पज्जिसु वा उप्पज्जंति वा उज्जज्जिस्संति वा ।
ભાવાર્થ:- જંબુદ્રીપ નામના દ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક સમયમાં એક યુગમાં બે અરિહંત ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે.
જંબુદ્રીપ નામના દ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક સમયમાં એક યુગમાં બે ચક્રવર્તી ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે.
જંબુદ્રીપ નામના દ્વીપના ભરત અને ઐરવતક્ષેત્રમાં એક યુગમાં બે બલદેવ ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે.
જંબુદ્રીપ નામના દ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક સમયમાં એક યુગમાં બે વાસુદેવ ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભરત અને ઐરવત બે ક્ષેત્રોમાં, બે તીર્થંકરો વગેરેની ઉત્પત્તિ સંબંધી વિધાન છે. ભરત, ઐરવત પ્રત્યેક ક્ષેત્રમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી રૂપ પ્રત્યેક કાળમાં ૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તી, ૯ બળદેવ, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ થાય છે.
અહીં બીજા સ્થાનના કારણે ભરતક્ષેત્રમાં એક અને ઐરવત ક્ષેત્રમાં એક, એમ બે તીર્થંકરની ઉત્પત્તિ દર્શાવી છે. 'અરિહંત વંશ' શબ્દ દ્વારા અરિહંત વગેરેનું અસ્તિત્વ સૂચિત કર્યું છે. ભરત, ઐરવત આ બંને ક્ષેત્રમાં અરિહંતાદિ એક સમયમાં એક સાથે ઉત્પન્ન થાય છે અને એક સમયમાં અસ્તિત્વ ધરાવે છે. એક ક્ષેત્રમાં એક સમયે એક તીર્થંકર અને એક ચક્રવર્તી હોય. ચક્રવર્તી ન હોય ત્યારે બલદેવ–વાસુદેવ હોય છે.
જંબૂદ્વીપના ક્ષેત્રોમાં કાલાનુભાવ :
४३ जंबुद्दीवे दीवे दोसु कुरासु मणुया सया सुसमसुसममुत्तमं इड्डि पत्ता पच्चणु भवमाणा विहरंति, तं जहा- देवकुराए चेव, उत्तरकुराए चेव ।