________________
૧૦૪
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
उस्सप्पिणीए जाव पालयिस्संति ।
ભાવાર્થ :– જંબુદ્રીપ નામના દ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીના સુષમા નામના આરાના મનુષ્યોની ઊંચાઈ—અવગાહના બે ગાઉની હતી અને તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે પલ્યોપમનું હતું.
બે
જંબુદ્રીપ નામના દ્વીપના ભરત અને ઐરવતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીના સુષમા નામના આરામાં મનુષ્યોની ઊંચાઈ બે ગાઉની હોય છે અને તેઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે પલ્યોપમનું હોય છે. આ રીતે આગામી ઉત્સર્પિણીના સુષમા નામના આરાના મનુષ્યોની ઊંચાઈ બે ગાઉની અને ઉત્કૃષ્ટ આયુષ્ય બે પલ્યોપમનું થશે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આરાના કાળમાન આદિનું વર્ણન છે. આ બીજું સ્થાન હોવાથી માત્ર બે ક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિવાળા ઉત્સર્પિણી, અવસર્પિણીના 'સુષમ–દુષમ' નામના એક જ આરાનું ત્રિકાળ સંબંધી કથન છે, તેમજ બે ગાઉની ઊંચાઈવાળા તથા બે પલ્યોપમની સ્થિતિવાળા 'સુષમ' નામના આરા (વિભાગ)ના મનુષ્યોનું કથન છે. શેષ આરાનું વર્ણન જીવાભિગમ સૂત્ર અને જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્રથી જાણવું. બે-બે સંખ્યામાં અરિહંતાદિની ઉત્પત્તિ :
४१ जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु एगसमये एगजुगे दो अरहंतवंसा उप्पज्जिसु वा उप्पज्जंति वा उप्पज्जिस्संति वा ।
जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु एगसमये एगजुगे दो चक्कवट्टिवंसा उप्पज्जिसु वा उप्पज्जंति वा उप्पज्जिस्संति वा ।
जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु एगसमये एगजुगे दो दसारवंसा उप्पज्जिसु वा उप्पज्जंति वा उप्पज्जिस्संति वा ।
ભાવાર્થ :- જંબુદ્રીપ નામના દ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક સમયમાં, એક યુગમાં અરિહંતોના બે વંશ ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે.
જંબુદ્રીપ નામના દ્વીપના ભરતક્ષેત્ર અને ઐરવતક્ષેત્રમાં એક સમયમાં એક યુગમાં ચક્રવર્તીઓના બે વંશ ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને થશે.
જંબુદ્રીપ નામના દ્વીપના ભરત ક્ષેત્રમાં અને ઐરવતક્ષેત્રમાં એક સમયમાં એક યુગમાં બે દશાર (બલદેવ–વાસુદેવ) વંશ ઉત્પન્ન થયા હતા, થાય છે અને થશે.
४२ जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु एगसमये एगजुगे दो अरहंता