________________
स्थान- २ : (द्देश५-3
२८ एवं णिसढाओ वासहरपव्वयाओ तिगिंछद्दहाओ दहाओ दो महाणईओ पवहंति, तं जहा- हरिच्चेव, सीतोदच्चेव ।
૧૦૧
ભાવાર્થ :- આ રીતે નિષધ વર્ષધર પર્વતના તિગિચ્છદ્રહ નામના મહાદ્રહમાંથી હરિત અને સીતોદા નામની બે મહાનદીઓ પ્રવાહિત થાય છે.
२९ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरे णं णीलवंताओ वासहरपव्वयाओ केसरिद्दहाओ दहाओ दो महाणईओ पवहंति, तं जहा- सीता चेव, णारिकता चेव । भावार्थ :જંબુદ્રીપ નામના દ્વીપના મંદર પર્વતની ઉત્તરમાં નીલવાન વર્ષધર પર્વતના કેસરીદ્રહ નામના મહાદ્રહમાંથી સીતા અને નારીકાંતા નામની બે નદીઓ પ્રવાહિત થાય છે.
३० एवं रूप्पीओ वासहरपव्वयाओ महापोंडरीयद्दहाओ दहाओ दो महाणईओ पवहंति, तं जहा - णरकंता चेव, रूप्पकूला 'चेव ।
ભાવાર્થ :- આ રીતે રુકિમ વર્ષધર પર્વતના મહાપૌંડરીકદ્રહ નામના મહાદ્રહમાંથી નરકાન્તા અને રૂપ્યકલા નામની બે મહાનદીઓ પ્રવાહિત થાય છે.
જંબુદ્વીપના પ્રપાતદ્રહોની સમાનતા :
३१ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं भरहे वासे दो पवायद्दा पण्णत्ता- बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- गंगप्पवायद्दहे चेव, सिंधुप्पवायद्दहे चेव ।
ભાવાર્થ :- જંબુદ્રીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં ભરતક્ષેત્રમાં બે પ્રપાત દ્રહ કહ્યા છે, યથા– ગંગાપ્રપાત દ્રહ અને સિંધુ પ્રપાત દ્રહ. બન્ને ક્ષેત્ર પ્રમાણની દષ્ટિએ ક્ષેત્રફળ પર્યંત સર્વથા સમાન છે. |३२| जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं हेमवए वासे दो पवायद्दा पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- रोहियप्पवाय दहे चेव, रोहियंस- प्पवायद्दहे चेव ।
ભાવાર્થ :- જંબુદ્રીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં હેમવંત ક્ષેત્રમાં બે પ્રપાત દ્રહ કહ્યા છે, યથા– રોહિત પ્રપાત દ્રહ અને રોહિતાંશ પ્રપાત દ્રહ. તે બન્ને ક્ષેત્ર પ્રમાણની દષ્ટિએ ક્ષેત્રફળ પર્યંત સર્વથા सदृश छे.