________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
वासहरपव्वएसु दो महद्दहा पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहापउमद्दहे चेव, पोंडरीयद्दहे चेव ।
૧૦૦
तत्थ णं दो देवयाओ महिड्डियाओ जाव पलिओवमट्ठिईयाओ परिवसंति તેં નહીં- સિરી સેવ, લી જેવ ।
ભાવાર્થ :- જંબુદ્રીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં ચુલ્લહિમવંત વર્ષધર પર્વત ઉપર પદ્મ દ્રહ અને ઉત્તરમાં શિખરી વર્ષધર પર્વત ઉપર પૌંડરીક દ્રહ કહ્યા છે. તે બન્ને દ્રહ ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ પરિધિ—ક્ષેત્રફળ પર્યંત સર્વથા સમાન છે.
તે દ્રહમાં મહાન ઋદ્ધિવાળી એક પલ્યોપમની સ્થિતિવાળી બે દેવી રહે છે– પદ્મદ્રહમાં 'શ્રી' દેવી અને પૌંડરિક દ્રહમાં 'લક્ષ્મી' નામની દેવી રહે છે.
२५ एवं महाहिमवंत - रुप्पीसु वासहरपव्वसु दो महद्दहा पण्णत्ताबहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- महापउमद्दहे चेव, महापोंडरीयद्दहे चेव । तत्थ णं दो देवयाओ हिरिच्चेव, बुद्धिच्चेव ।
ભાવાર્થ :- આ જ રીતે મહાહિમવાન અને રુકિમ વર્ષધર પર્વત ઉપર બે મહાદ્રહ કહ્યા છે, તે આ પ્રમાણે છે– મહાપદ્મદ્રહ અને મહાપૌંડરિકદ્રહ. જે ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ પરિધિ–ક્ષેત્રફળ પર્યંત સર્વથા સદશ છે. તે દ્રહમાં બે દેવીઓ રહે છે, યથા– મહાપદ્મદ્રહમાં 'હી' દેવી અને મહાપૌંડરીક દ્રહમાં 'બુદ્ધિ' નામની દેવી રહે છે.
| २६ एवं णिसढ णीलवंतेसु तिगिंछद्दहे चेव, केसरिद्दहे चेव । तत्थ णं दो देवयाओ धिई चेव, कित्ती चेव ।
ભાવાર્થ :- આ જ રીતે નિષધ અને નીલવંત વર્ષધર પર્વત ઉપર બે મહાદ્રહ કહ્યા છે, તે આ પ્રમાણે છે— તિગિચ્છદ્રહ અને કેસરીદ્રહ. જે ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ પરિધિ–ક્ષેત્રફળ પર્યંત સર્વથા સદશ છે, યથા— તિગિચ્છદ્રહમાં 'ધૃતિ' દેવી અને કેસરીદ્રહમાં 'કીર્તિ' નામની દેવી રહે છે.
જંબૂદ્ધીપની મહાનદીઓની સમાનતા :
२७ जंबुद्वीवे दीवे मंदरस्स पव्वयस्सदाहिणेणं महाहिमवंताओ वासहरपव्वयाओ महापउमद्दहाओ दहाओ दो महाणईओ पवहंति, तं जहारोहियच्चेव, हरिकंताच्चेव ।
ભાવાર્થ :- જંબુદ્રીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં મહાહિમવાન વર્ષધર પર્વતના મહા– પદ્મદ્રહ નામના દ્રહમાંથી રોહિતા અને હરિકાંતા નામની બે મહાનદીઓ પ્રવાહિત થાય છે.