________________
| સ્થાન-૨: ઉદ્દેશક-૩
૯૫
સંવર્તક આયુષ્ય – સંવર્તિત થનાર, સંક્ષિપ્ત થનાર કે તૂટી શકે તેવા આયુષ્યને સંવર્તક આયુષ્ય કહે છે. સોપક્રમી આયુષ્યને પણ સંવર્તક આયુષ્ય કહી શકાય. મનુષ્ય અને તિર્યંચ સોપક્રમી આયુષ્યવાળા હોય છે. વિષ, અકસ્માત, રોગ વગેરે સાત કારણોથી લાંબા કાળ સુધી ભોગવવા યોગ્ય આયુષ્ય અલ્પ સમયમાં પ્રદેશોદયથી ભોગવાય જાય છે, તૂટી જાય છે તેથી તે બંનેને સંવર્તક આયુષ્યવાળા કહ્યા છે.
અહીં વિશેષતાએ છે કે મનુષ્ય, તિર્યંચમાં જે સંવર્તક આયુષ્ય કહ્યું છે તે એકાંતે ન સમજવું અર્થાત્ તેઓ સંવર્તક આયુષ્ય(સોપકર્મી આયુષ્ય)વાળા હોવા છતાં નિરુપક્રમી આયુષ્યવાળા પણ હોય છે. નિરુપક્રમી આયુષ્યવાળા પૂર્ણાયુ ભોગવે છે અને સોપક્રમી આયવાળાને સંવર્તક આયુષ્ય હોય છે. કારણ કે મનુષ્યમાં ઉત્તમ પુરુષો, ચરમ શરીરી, અકર્મભૂમિના મનુષ્યો વગેરેને નિરુપક્રમી આયુષ્ય હોય છે, તે પૂર્ણાયુ ભોગવે છે. તેઓને સંવર્તક આયુષ્ય હોતું નથી. જંબૂઢીપના ક્ષેત્રોની સમાનતા :|१३ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरदाहिणेणं दो वासा पण्णत्ताबहु समतुल्ला अविसे समणाणत्ता अण्णमण्णं णाइवट्टति आयामविक्खंभ-संठाणपरिणाहेणं, तं जहा- भरहे चेव एरवए चेव । एवं एएणं अभिलावेण हेमवए चेव, हेरण्णवए चेव । हरिवासे चेव, रम्मयवासे चेव । ભાવાર્થ :- જંબૂઢીપ નામના દ્વીપના મંદર(સુમેરુ) પર્વતની ઉત્તર અને દક્ષિણમાં બે ક્ષેત્ર કહ્યા છે, યથા- ભરત અને ઐરવત. આ બન્ને ક્ષેત્ર-પ્રમાણની દષ્ટિએ સર્વથા સદેશ છે, નગર–નદી આદિ દષ્ટિએ તેમાં કોઈ વિશેષતા નથી, કાલચક્રના પરિવર્તનની દષ્ટિએ તેમાં કોઈ વિભિન્નતા નથી. લંબાઈ, પહોળાઈ, આકાર અને પરિધિની અપેક્ષાએ એકબીજાનું અતિક્રમણ કરતા નથી. લંબાઈ આદિ દષ્ટિએ આ બંને ક્ષેત્ર સમાન છે.
આ રીતે આ જ અભિલાપ(કથન)થી હૈમવય અને હૈરણ્યવય, હરિવર્ષ તથા રમ્યકવર્ષને પણ પરસ્પર સર્વથા સમાન કહ્યા છે. १४ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिम-पच्चत्थिमेणं दो खेत्ता पण्णत्ता- बहुसमतुल्ला अविसेसमणाणत्ता अण्णमण्णं णाइवट्टति आयामविक्खंभ-संठाण- परिणाहेणं, तं जहा- पुव्वविदेहे चेव, अवरविदेहे चेव । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપના મંદરપર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં બે ક્ષેત્ર કહ્યા છે. પૂર્વ વિદેહ અને અપર વિદેહ. આ બન્ને ક્ષેત્ર પ્રમાણની દષ્ટિએ સર્વથા સદશ છે, નગર–નદી આદિની દષ્ટિએ તેમાં કોઈ ભિન્નતા નથી, કાલચક્રના પરિવર્તનની દષ્ટિએ પણ તેમાં કોઈ વિભિન્નતા નથી. આ બન્ને ક્ષેત્રના આયામ, વિખંભ અને પરિધિ પણ એક બીજાની સમાન છે.