________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
સૂત્રમાં 'પંચેન્દ્રિય' શબ્દ જોડાઈ ગયો હોય તેવી પણ શક્યતા છે. તાત્પર્ય એ છે કે અદ્ઘાયુ તિર્યંચમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી સર્વ જીવોમાં હોય છે અને કાયસ્થિતિ પણ તે સર્વમાં હોય છે. તેથી ઉક્ત બંને સૂત્રમાં સિવિલનોળિયાળ પાઠ હોવો ઉપયુક્ત છે.
૯૪
મવાયુ :– ભવ પ્રધાન આયુષ્ય ભવાયુ કહેવાય છે. ભવનો નાશ થતા, ભવાયુ પૂર્ણ થઈ જાય છે. દેવ અને નારકી મૃત્યુ ! પામી દેવ કે નારકી રૂપે ઉત્પન્ન થતા નથી, તેથી તેઓને ભવાયુ જ હોય છે, અદ્ઘાયુ હોતું નથી. ભવાયુ ચારે ગતિના જીવોને હોય છે પરંતુ અહીં બે સ્થાનની અપેક્ષાએ માત્ર ભવાયુવાળા દેવનારકીનું કથન છે.
કર્મોનો પ્રદેશોદય-વિપાકોદય
१२ दुवि कम्मे पण्णत्ते, तं जहा - पएसकम्मे चेव, अणुभावकम्मे चेव । दो अहाउयं पालेंति, तं जहा- देवच्चेव, णेरइयच्चेव । दोण्हं आउय- संवट्टए पण्णत्ते, तं जहा- मणुस्साणं चेव, पंचिदियतिरिक्खजोणियाणं चेव ।
:
ભાવાર્થ :- કર્મ બે પ્રકારના છે, યથા– પ્રદેશકર્મ અને અનુભાગકર્મ. બે પ્રકારના જીવો પૂર્ણાયુનું પાલન કરે છે, યથા– દેવ અને નારકી. બે પ્રકારના જીવોનું આયુષ્ય સંવર્તક(સંક્ષિપ્ત—અપૂર્ણ )હોય છે, યથા– મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચનું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ, પ્રદેશબંધ, કર્મબંધની આ ચાર અવસ્થામાંથી બે અવસ્થાનું પ્રતિપાદન કર્યું છે. પ્રદેશકર્મનો અર્થ છે– કર્મ પરમાણુનું સંખ્યાપરિમાણ. અનુભાગકર્મનો અર્થ છે—– કર્મની ફળ આપવાની શક્તિ. કર્મ બે રીતે અનુભવાય છે. કર્મનો ઉદય બે રીતે થાય છે. પ્રદેશોદય અને વિપાકોદય.
પ્રદેશકર્મ :- જે કર્મો માત્ર પ્રદેશથી વેદાય, ફળનું વેદન ન થાય અર્થાત્ વિપાકોદય ન થાય તે કર્મ પ્રદેશ કર્મ કહેવાય છે.
અનુભાગકર્મ :- જે કર્મોનો અવશ્ય વિપાકોદય થાય, જે કર્મ પોતાના ફળનો અનુભવ કરાવે, તે વિપાકોદયી કર્મને અનુભાગ કર્મ કહે છે.
યથાયુ ઃ— જેટલા કાળનું આયુષ્ય બાંધ્યુ હોય તેટલા કાળનું આયુષ્ય ભોગવવું. વચ્ચે આયુષ્યનું ન તૂટવું તે યથાયુ પાલન કહેવાય. દેવ અને નરકના જીવો જેટલું આયુષ્ય બાંધીને આવ્યા હોય તેટલું અવશ્ય ભોગવે છે. આયુષ્ય તૂટી શકે તેવા નિમિત્તો મળવા છતાં તેઓનું આયુષ્ય તૂટતું નથી. માટે સર્વ દેવ નારકી પૂર્ણાયુ ભોગવે છે.