________________
| સ્થાન-૨: ઉદ્દેશક-૩
[
8 ]
જીવોને પણ કાયસ્થિતિ હોય છે પરંતુ અહીં બે સ્થાનની વિવક્ષા હોવાથી મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય તે બંનેનું જ કથન કર્યું છે.
મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય લગાતાર ૭-૮ ભવ મનુષ્ય અને તિર્યંચ રૂપે કરી શકે છે. તેથી તેમાં કાયસ્થિતિ હોય છે.
દેવ અને નારકી મરીને દેવ-નારકી રૂપે ઉત્પન્ન થતા નથી. તેથી તેઓને કાયસ્થિતિ નથી, ભવસ્થિતિ જ છે, ભવસ્થિતિ તો સર્વ સંસારી જીવોને હોય છે.
અદ્ધાયુ-ભવાયુ :|११ दुविहे आउए पण्णत्ते, तं जहा- अद्धाउए चेव, भवाउए चेव । दोण्हं अद्धाउए पण्णत्ते, तं जहा- मणुस्साणं चेव, पंचिंदियतिरिक्खजोणियाणं चेव । दोण्हं भवाउए पण्णत्ते, तं जहा- देवाणं चेव, णेरइयाणं चेव । ભાવાર્થ :- બે પ્રકારના આયુષ્ય છે, યથા– અદ્ધાયુષ્ય અને ભવાયુષ્ય. બે પ્રકારના જીવોને અદ્ધાયુષ્ય છે– મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચોને. બે પ્રકારના જીવોને ભવાયુષ્ય છે– દેવ અને નારકોને. વિવેચન :
પૂર્વ સૂત્રમાં સ્થિતિ સંબંધી પ્રરૂપણ છે. તેમાં જીવ અને અજીવ બંને તત્ત્વોનો સમાવેશ થાય છે. પ્રસ્તુત સૂત્રમાં આયુષ્ય કર્મ સંબંધી વિધાન છે. આયુમાં માત્ર જીવોનો જ સમાવેશ થાય છે. મનુષ્યાદિભવોમાં રોકી રાખનાર કર્મ તે આયુષ્ય કહેવાય છે. અMા :- અદ્ધા એટલે કાળ. કાળ પ્રધાન આયુષ્ય કર્મને જ અહીં અદ્ધાયુ કહ્યું છે. મનુષ્ય મરીને મનુષ્યમાં જ ઉત્પન્ન થાય તો, એક ભવનું મનુષ્યાય પૂર્ણ થતાં અન્ય ભવના મનુષ્યાયુનો જ ઉદય થાય છે.
જ્યાં સુધી નિરંતર મનુષ્યાયુનો ઉદય રહે ત્યાં સુધીની કાલમર્યાદા અદ્ધાયુ છે. આ રીતે તેમાં કાલપ્રધાન હોવાથી તેને અદ્ધાયુ કહ્યું છે. મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય આ બે ગતિના જીવોને અદ્ધાયુ હોય છે. આ અદ્ધાયુ કાયસ્થિતિનું જ રૂપાંતર છે.
તિર્યંચ ગતિમાં પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી પોત-પોતાની યોનિમાં રહી શકે છે; વનસ્પતિ અનંતકાળ અને વિશ્લેન્દ્રિય સંખ્યાત વર્ષો સુધી પોતાની કાયમાં રહે છે. તેથી તે તેનો અદ્ધાયુકાળ કહેવાય. પરંતુ સૂત્રમાં માત્ર તિર્યંચ પંચેન્દ્રિયનું કથન છે. તે પૂર્વ સૂત્રવત્ સાપેક્ષ છે, એકાંતિક નથી.
અહીં સુત્રમાં િિરવ/
ઉ ચાપ એટલો જ પાઠ હોય તો તે પણ સંગત છે. નવમા સુત્રમાં ગર્ભસ્થ જીવોનો વિષય છે. ત્યાં તો પંચેન્દ્રિય' શબ્દ જરૂરી છે પરંતુ તે પછીના સૂત્ર નં. ૧૦ અને ૧૧મા