________________
[ ૯૨ |
શ્રી ઠાણાગ સુત્ર-૧
ગતિપર્યાય - ગર્ભસ્થ જીવ સામાન્ય રીતે બહાર જતાં નથી પરંતુ ગર્ભની અંદર જ જીવ હલન-ચલન કરે તે ગર્ભસ્થ જીવની ગતિ પર્યાય છે. અહીં સમુદ્યાત અને વિક્રિયા પદ જુદા છે માટે ગર્ભમાં હલનચલન રૂપ એક અર્થ સમજવો. વૃત્તિકારે ગતિ પર્યાયના ત્રણ અર્થ દર્શાવ્યા છે. (૧) જવું–ગતિ કરવી (૨) વર્તમાન ભવ પૂર્ણ કરી અન્ય ભવમાં જવું (૩) ગર્ભસ્થ જીવનું વૈક્રિય શરીર દ્વારા યુદ્ધાદિ કાર્ય માટે જવું. સમુઘાત - વેદના આદિના કારણે ગર્ભસ્થજીવ આત્મપ્રદેશોને શરીરથી બહાર ફેલાવી સમુદ્યાત કરી શકે છે.
કાળસંયોગ:- ગર્ભસ્થ જીવ કાળક્રમ અનુસાર પોતાના અંગોનો વિકાસ કરે છે. કાળાનુસાર વિભિન્ન અવસ્થામાંથી પસાર થાય તો તેને કાળસંયોગ કહે છે. છવિપબ્બા – છવિ = ત્વચા, ચામડી. પર્વ = સંધિ, બંધન. ત્વચા અને સંધિઓનો સદ્ભાવવાળું શરીર શકશોણિત સંભવ :- ગર્ભસ્થ જીવની ઉત્પત્તિ પિતાના શુક્ર અને માતાના શોણિતના માધ્યમથી થાય છે. તેથી તે શુક્રશોણિત સંભવ જીવ કહેવાય છે.
કાયસ્થિતિ-ભવસ્થિતિ :१० दुविहा ठिई पण्णत्ता, तं जहा- कायट्ठिई चेव, भवद्विई चेव । दोण्हं कायट्ठिई पण्णत्ता, तं जहा- मणुस्साणं चेव, पंचेंदियतिरिक्खजोणियाणं चेव । दोण्हं भवट्ठिई पण्णत्ता, तं जहा- देवाणं चेव, णेरइयाणं चेव । ભાવાર્થ :- બે પ્રકારની સ્થિતિ કહી છે, યથા- કાયસ્થિતિ (એક જ કાયમાં નિરંતર જન્મ લેવાની સ્થિતિ) અને ભવસ્થિતિ (એક જ ભવની કાલ મર્યાદા). બે પ્રકારના જીવોની કાયસ્થિતિ કહી છે, યથામનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયની. બે પ્રકારના જીવોની ભવસ્થિતિ કહી છે, યથા- દેવ અને નારકીની. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જીવોની સ્થિતિનું બે પ્રકારે કથન છે. સ્થિતિ એટલે અવસ્થાન. કોઈપણ અવસ્થામાં જીવ જેટલો સમય રહે, તે કાલમર્યાદા સ્થિતિ કહેવાય છે. કાયસ્થિતિ :- કોઈ જીવ એક ને એક કાર્યમાં જન્મ મરણ કરતાં એકથી વધારે ભવમાં જેટલા કાળ સુધી રહી શકે તે કાલમર્યાદા કાયસ્થિતિ કહેવાય છે અર્થાત્ મનુષ્યાદિ ભવમાં મૃત્યુ પામી જેટલા કાળ સુધી પુનઃ પુનઃ મનુષ્યભવ પ્રાપ્ત કરે તે સમય મર્યાદાને અહીં કાયસ્થિતિ કહી છે. તે સિવાય સંયમપર્યાય, કષાય, વેશ્યા, જ્ઞાન વગેરે ભાવોની જે સ્થિતિ હોય તેને પણ કાયસ્થિતિ કહેવાય પરંતુ તે અહીં વિવક્ષિત નથી.
ભવસ્થિતિ :- એક ભવમાં જેટલું આયુષ્ય હોય, તે તેની ભવસ્થિતિ કહેવાય છે. તિર્યચોમાં એકેન્દ્રિયાદિ