________________
સ્થાન—૨ ઃ ઉદ્દેશક-૩
पंचेंदियतिरिक्ख- जोणियाणं चेव ।
दोण्हं गब्भत्थाणं वुड्डी पण्णत्ता, पंचेंदियतिरिक्ख- जोणियाणं चेव ।
૯૧
तं जहा- मणुस्साणं चेव,
दोहं गब्भत्थाणं णिवुड्डी विगुव्वणा गतिपरियाए समुग्धाए कालसंजोगे आयाई मरणे पण्णत्ते, तं जहा- मणुस्साणं चेव, पंचेंदियतिरिक्खजोणियाणं चेव । दोण्हं छविपव्वा पण्णत्ता, तं जहा- मणुस्साणं चेव, पंचेंदियतिવિનોળિ- યાળ ચેવ ।
दो सुक्कसोणियसंभवा पण्णत्ता, तं जहा- मणुस्सा चेव, पंचेंदियतिरिक्ख- जोणिया चेव ।
ભાવાર્થ :– બે પ્રકારના જીવો ગર્ભાવસ્થામાં આહાર કરે છે, તે આ પ્રમાણે છે– મનુષ્ય અને પંચેન્દ્રિય
તિર્યંચ યોનિક.
બે પ્રકારના જીવોની ગર્ભમાં વૃદ્ધિ થાય છે, યથા– મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય.
બે પ્રકારના જીવોની ગર્ભમાં હાનિ, વિક્રિયા, ગતિપર્યાય, સમુદ્દાત, કાલસંયોગ, ગર્ભથી નિર્ગમન અને ગર્ભમાં મરણ થાય છે, યથા– મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય.
બે પ્રકારના જીવોને ચર્મ યુક્ત સંધિ—બંધનવાળા શરીર હોય છે, યથા– મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય. બે પ્રકારના જીવોની શુક્ર અને શોણિતથી ઉત્પત્તિ કહી છે, યથા– મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયની. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય જીવોની ગર્ભ અવસ્થા, ગર્ભસ્થ જીવની ગતિવિધિ, ગર્ભમાંથી નિષ્ક્રમણ, મૃત્યુ વગેરે અવસ્થાઓનું વર્ણન છે.
વૃદ્ધિ :
ચારે ગતિના જીવોમાંથી મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય જીવનો જ ગર્ભજ જન્મ થાય છે, તે જીવોનો ગર્ભમાં વિકાસ થઈ જાય છે. તેથી ગર્ભસ્થ જીવ સૂત્રોક્ત ક્રિયાઓ કરી શકે છે.
:– આહાર દ્વારા ગર્ભસ્થ જીવોના શરીરની વૃદ્ધિ થાય છે.
નિવૃદ્ધિ(હાનિ) : । :– ગર્ભસ્થ જીવના શરીરની વાત, પિત્ત વગેરે રોગના કારણે હાનિ થાય છે. 'નિ' ઉપસર્ગ નિષેધ સૂચક છે તેથી વૃદ્ધિનો અભાવ અર્થાત્ હાનિ અર્થ થાય છે.
વિક્રિયા ઃ– વૈક્રિય લબ્ધિ પ્રાપ્ત ગર્ભસ્થ જીવ ભિન્ન–ભિન્ન શરીરોની રચના કરી શકે છે.