________________
[ ૯૦ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
(૨) અણગાર-સાધુની સામાયિક અર્થાત્ સર્વવિરતિ. જન્મ-મૃત્યુના પર્યાયવાચી નામો :| ८ | दोण्हं उववाए पण्णत्ते, तं जहा- देवाणं चेव, णेरइयाणं चेव ।
दोण्हं उव्वट्टणा पण्णत्ता, तं जहा- णेरइयाणं चेव, भवणवासीणं चेव । दोण्हं चयणे पण्णत्ते, तं जहा- जोइसियाणं चेव, वेमाणियाणं चेव ।
दोण्हं गब्भवक्कंती पण्णत्ता,तं जहा- मणुस्साणं चेव, पंचेदियतिरिक्खजोणियाणं चेव । ભાવાર્થ :- બે પ્રકારના જીવનો ઉપપાત જન્મ થાય છે, યથા- દેવોનો અને નારકીનો.
બે પ્રકારના જીવનું ઉદ્વર્તન થાય છે, યથા– નારકીનું અને ભવનપતિ દેવોનું. બે પ્રકારના જીવનું ચ્યવન થાય છે, યથા– જ્યોતિષ્ક દેવોનું અને વૈમાનિક દેવોનું.
બે પ્રકારના જીવની ગર્ભવ્યુત્ક્રાંતિ કહી છે, યથા– મનુષ્યોની અને પંચેન્દ્રિય તિર્યંચોની. વિવેચન :
જન્મ અને મૃત્યુ માટે પરિસ્થિતિ અનુસાર ભિન્ન ભિન્ન શબ્દપ્રયોગ કરવામાં આવે છે તે આ સૂત્રોથી સ્પષ્ટ થાય છે. ઉપપાત:- શય્યા અને ભીરૂપ ઉત્પત્તિ સ્થાનમાં અંતર્મુહૂર્તમાં પૂર્ણ શરીરનું નિર્માણ થઈ જાય તેવા જન્મને ઉપપાત જન્મ કહે છે. દેવ અને નારકીનો જન્મ ઉપપાત જન્મ કહેવાય છે. ઉદ્વર્તન :- નીચેથી ઉપર આવવું. નારકી અને ભવનવાસી દેવ અધોસ્થાનમાં રહે છે, તેઓ મરણ પામી નીચેથી–અધોલોકથી ઉપર મધ્યલોકમાં જન્મ ધારણ કરે છે. અતઃ તેઓના મરણને ઉદ્વર્તન કહે છે.
ચ્યવન :- ઉપરથી નીચે આવવું. જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવો ઉર્ધ્વસ્થાનમાં રહે છે, તેઓ મૃત્યુ પામી મધ્યલોકમાં જન્મ ધારણ કરે ત્યારે ઉપરથી નીચે આવે છે, તેથી તેના મરણને ચ્યવન કહે છે. ગર્ભવ્યુત્ક્રાંતિ - મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચોનો જન્મ માતાના ગર્ભથી થાય છે, તેથી તેને ગર્ભવ્યુત્ક્રાંતિ
કહે છે.
મનુષ્ય, તિર્યંચની ગર્ભસ્થ અવસ્થાઓ :| ९ दोण्हं गब्भत्थाणं आहारे पण्णत्ते, तं जहा- मणुस्साणं चेव,