________________
| સ્થાન-૨: ઉદ્દેશક-૩
[ ૮૯ ]
કરવામાં આવે, તે મહાભદ્રા પડિમા છે. (૮) સર્વતોભદ્રા પતિમા :- ચાર દિશા, ચાર વિદિશા, ઊર્ધ્વદિશા અને અધોદિશા આ દશે દિશાઓને અનુલક્ષી એક એક અહોરાત્રિનો કાર્યોત્સર્ગ કરવો. આ પડિમા દશ દિવસના ઉપવાસે પૂર્ણ થાય છે.
(૯) નાની મોક પડિમા - મોક એટલે પ્રસવણ. આ પડિમાને શીત અથવા ઉષ્ણ ઋતુના પ્રારંભમાં સ્વીકાર કરવાનું વિધાન છે. આ પડિમાનો આરાધક પ્રારંભમાં ગામની બહાર એકાન્ત સ્થાને જઈ પડિમા ધારણ કરે છે. દિવસમાં ગમે ત્યારે પ્રસવણ થાય, તેનું પાન કરે. આ પડિમાનો પ્રારંભ, જો ભોજન કરીને કરે તો છ દિવસના ઉપવાસથી પૂર્ણ થાય અને જો ભોજન કર્યા વિના કરે તો સાત દિવસના ઉપવાસથી પૂર્ણ થાય છે. વ્યાખ્યામાં આ પડિમાની સાધનાના ત્રણ લાભ બતાવ્યા છે– (૧) સંસારથી મુક્તિ (૨) મહદ્ધિક દેવપણાની પ્રાપ્તિ (૩) શારીરિક રોગથી મુક્તિ. (૧૦) મોટી મોક પડિમા - આ પડિમાની વિધિ નાની મોક પડિમા જેવી છે. તેમાં વિશેષતા એ છે કે તે પડિમા ભોજન કરીને સ્વીકારાય તો સાત દિવસના ઉપવાસથી પૂર્ણ થાય છે અને ભોજન કર્યા વિના સ્વીકારવામાં આવે તો ૮ દિવસના ઉપવાસથી પૂર્ણ થાય છે.
(૧૧) યવમધ્ય ચંદ્ર પડિમાઃ- જેવી રીતે જવનો મધ્યભાગ સ્કૂલ અને બન્ને બાજુનો ભાગ કૃશ હોય છે. તેવી રીતે આ સાધનામાં મધ્યભાગમાં આહારની દત્તી વધુ અને આદિ–અંતમાં ઓછી દત્તી ગ્રહણ કરાય છે.
તેની વિધિ :- આ પડિમાનો સાધક શુકલપક્ષની પ્રતિપદાએ એક દત્તી આહાર કરે છે. ત્યાર પછી દરરોજ વિધિ અનુસાર એક એક દત્તી આહાર વધારતાં શુકલપક્ષની પૂર્ણિમાએ ૧૫ દત્તી આહાર લઈને ક્રમથી એક એક દત્તી આહાર ઘટાડતા અમાવસ્યાએ ઉપવાસ કરે છે. શુકલપક્ષમાં ચંદ્રમાની એક-એક કલા વધે છે અને કૃષ્ણપક્ષમાં એક–એક ઘટે છે. તેમ આ પડિકામાં દત્તની વૃદ્ધિ અને હાનિ થવાથી તેને યવ મધ્ય(યવાકાર) ચંદ્ર પડિયા કહે છે. આ પડિમા એક માસમાં પૂર્ણ થાય છે. (૧૨) વજ મધ્ય ચંદ્ર પડિયા - જેવી રીતે વજનો મધ્યભાગ કૃશ અને આદિ અંત ભાગ સ્થૂલ હોય છે તેવી રીતે આ સાધનાની આદિ અને અંતમાં દત્તી વધુ અને મધ્યમાં એક પણ ન હોય, તેને વજમધ્ય ચંદ્ર પડિમા કહે છે. આ પડિમાનો સાધક કૃષ્ણપક્ષની પ્રતિપદાએ ૧૪ દત્તી આહાર લઈ ક્રમથી ચંદ્રકલાની સમાન એક એક દત્તી ઘટાડતો અમાવસ્યાએ ઉપવાસ કરે છે. પુનઃ શુકલપક્ષની પ્રતિપદાએ એક દત્તી ગ્રહણ કરી એક એક દત્તની વૃદ્ધિ કરતાં પૂર્ણિમાના દિવસે ૧૫ દત્તી આહાર ગ્રહણ કરે છે. આ પડિમાનો સમય પણ એક માસનો જ છે. દત્તીનો અર્થ છે– દાતા દ્વારા એકવારમાં કે એક ધારમાં દેવાતો આહાર.
સામાયિકના બે પ્રકાર :
७ दुविहे सामाइए पण्णत्ते, तंजहा- अगारसामाइए चेव, अणगारसामाइए चेव । ભાવાર્થ :- સામાયિક બે પ્રકારની કહી છે, યથા– (૧) અગાર-શ્રાવકની સામાયિક અર્થાત્ દેશવિરતિ