________________
[ ૮૮ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
પડિમાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) મહાભદ્રા (૨) સર્વતોભદ્રા. પડિમાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નાની મોક પડિમા (૨) મહતી મોક પડિમા.
પડિમાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) યવમધ્યચંદ્ર પડિમા (૨) વજમધ્યચંદ્ર પડિમા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બે–બેના જોડકે વિવિધ પડિમાઓનું વર્ણન છે. ચોથા તથા પાંચમા સ્થાનમાં પણ પડિમાઓ નિર્દિષ્ટ છે. સમવાયાંગ સૂત્રમાં ભિક્ષની બાર અને શ્રાવકોની અગિયાર પડિમાનો ઉલ્લેખ છે. આત્મશુદ્ધિ માટે જે વિશિષ્ટ સાધના, વિશિષ્ટ પ્રકારનો અભિગ્રહ-તપ ધારણ કરવામાં આવે તેને 'પડિમા' કહે છે.
હિમા :- અર્ધમાગધી ભાષામાં પ્રયુક્ત પતિના શબ્દનું સંસ્કૃત રૂ૫ 'પડિમા' બને છે. તેનો અર્થ પ્રતિજ્ઞા વિશેષ કે અભિગ્રહ વિશેષ થાય છે અર્થાત્ પ્રતિજ્ઞા શબ્દ માટે શાસ્ત્રમાં હિમ શબ્દપ્રયોગ છે. ક્ષેત્રીય વર્ણનોના શાસ્ત્રપાઠમાં પકિન શબ્દ મૂર્તિ અર્થમાં પણ પ્રયુક્ત થાય છે. પ્રસ્તુતમાં આચાર સંબંધી પ્રકરણમાં પહિમા શબ્દ વિશેષ પ્રતિજ્ઞા અર્થમાં પ્રયુક્ત છે. (૧) સમાધિ પડિમા:- અપ્રશસ્ત ભાવોને દૂર કરી શ્રુતાભ્યાસ અને સદાચરણથી પ્રશસ્ત ભાવોની વૃદ્ધિ કરવી.
(૨) ઉપધાન પડિમા:- ઉપધાનનો અર્થ છે તપસ્યા. પોતાના બલ–વીર્ય અનુસાર શ્રાવકોની અગિયાર અને સાધુઓની બાર પડિમાઓની સાધનાને ઉપધાન પડિયા કહે છે. (૩) વિવેક પડિમા - આત્મા અને અનાત્મા બન્ને ભિન્ન છે, તેવું ચિંતન કરવું. સ્વ–પરનું ભેદજ્ઞાન કરવું. જેમ કે "મારો આત્મા જ્ઞાન-દર્શન સ્વરૂપ છે અને ક્રોધાદિ કષાયો તથા શરીરાદિ મારાથી સર્વથા જુદા છે." આ રીતે ચિંતન કરવાથી પદાર્થો પ્રતિ ઉદાસીનતા, આત્મ સ્વરૂપમાં સંલીનતા તથા હેયોપાદેયનો વિવેક પ્રગટે છે. આ પ્રકારની વિવેક યુક્ત જે પડિમા તે વિવેક પડિમા કહેવાય છે. (૪) વ્યુત્સર્ગ પડિયા - હેય(છોડવાયોગ્ય)નો ત્યાગ કરવો અથવા કાર્યોત્સર્ગ કરવો તે વ્યુત્સર્ગ પડિયા કહેવાય છે. (૫) ભદ્રા પડિમા:- બે ઉપવાસ સહિત પૂર્વાદિ ચારે દિશાઓમાં ક્રમશઃ ચાર-ચાર પ્રહર કાયોત્સર્ગ કરવો તે ભદ્રા પડિમા છે. () સુભદ્રા પડિયા - આ પડિમાની સાધના ભદ્રા પડિમા કરતા પણ વધારે ઊંચી હશે. પરંતુ તેની વિધિનું વર્ણન પ્રાપ્ત નથી. (૭) મહાભદ્રા પડિયા - ઉપવાસ સહિત ચારે દિશામાં ક્રમશઃ એક એક અહોરાત્ર સુધી કાર્યોત્સર્ગ