________________
સ્થાન-૨: ઉદ્દેશક-૩
[ ૮૫ ]
पोग्गला पण्णत्ता, तं जहा- अत्ता चेव, अणत्ता चेव ।
दुविहा पोग्गला पण्णत्ता, तं जहा- इट्ठा चेव, अणिट्ठा चेव । एवं कंता चेव, अकंता चेव । पिया चेव, अपिया चेव । मणुण्णा चेव, अमणुण्णा चेव । मणामा चेव, अमणामा चेव । ભાવાર્થ :- પુદ્ગલ બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) ભિન્ન (૨) અભિન્ન.
પુદ્ગલ બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) ભિદુધર્મા (૨) અભિદુધર્મા. પુદ્ગલ બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) પરમાણુ પુદ્ગલ (૨) નો પરમાણુ પુદ્ગલ. પુલ બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) સૂક્ષ્મ (૨) બાદર. પુદ્ગલ બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) બદ્ધપાર્શ્વ પૃષ્ટ (૨) નોબદ્ધપાર્શ્વ પૃષ્ટ. પુદ્ગલ બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) પરિયાદિત (૨) અપરિયાદિત. પુદ્ગલ બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) આત્ત (૨) અનાત્ત. પુદ્ગલ બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) ઈષ્ટ (૨) અનિષ્ટ.
આ જ રીતે કાંત-અકાંત, પ્રિય-અપ્રિય, મનોજ્ઞ–અમનોજ્ઞ, મનામ–અમનામ એમ પુદ્ગલ દ્રવ્ય બે—બે પ્રકારના જાણવા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અનેક પ્રકારે પુગલની દ્વિવિધતાનું નિરૂપણ કર્યું છે. પુદ્ગલ દ્રવ્યની વિવિધ પર્યાય દર્શાવતા સૂત્રગત શબ્દોના અર્થ આ પ્રમાણે છે–
ભિન્ન = વિઘટિત, જુદા પડતા પુદ્ગલો, અભિન્ન = સંઘાત-સંયોગિત પુદ્ગલો. ભિદુરધમ = પ્રતિક્ષણ સ્વભાવથી જ નષ્ટ થનાર પુદ્ગલો. નો ભિદુરધર્મા = સ્વભાવથી નષ્ટ ન થનાર પુદ્ગલો. પરમાણુ યુગલ = સ્કંધથી છૂટો પડેલો પુગલદ્રવ્યનો નિર્વિભાગ અંશ. નો પરમાણુ યુગલ = ભેગા મળેલ પરમાણુઓનો સમુદાય. સૂક્ષ્મ પુગલ = સૂક્ષ્મ પરિણામથી પરિણત. ચાર સ્પર્શવાળા પુદ્ગલો. બાદર પુદ્ગલ = બાદર પરિણામથી પરિણત આઠ સ્પર્શી પુદ્ગલો.
બદ્ધ પાર્થ સ્પષ્ટ = પાર્થ સ્પષ્ટ એટલે શરીર સાથે સ્પષ્ટ અને શરીર સાથે ગાઢ સંબંધ ધરાવે છે તે બદ્ધ કહેવાય છે. ઈદ્રિય સાથે વિષય પહેલાં સ્પર્શને પામે અને પછી બદ્ધ થાય, ગાઢ રૂપે શ્લિષ્ટ થાય, ચોંટી જાય છે. ધ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય બદ્ધ સ્પષ્ટ પુગલોને ગ્રહણ કરે છે. નોબદ્ધ પાર્થસ્પષ્ટ = જે પુદ્ગલો બદ્ધ થતા નથી, માત્ર સ્પષ્ટ થાય છે અથવા જે ન બદ્ધ હોય ન સ્પષ્ટ હોય તેવા પુદ્ગલ. શ્રોતેન્દ્રિય પૃષ્ટ પુદ્ગલને ગ્રહણ કરે છે અને ચક્ષુરિન્દ્રિય અસ્કૃષ્ટ પુગલને ગ્રહણ કરે છે. પર્યાદિત અને અપર્યાદિત - જીવો દ્વારા ગૃહીત પુદ્ગલ અને અંગૃહીત પુગલ.