________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
दोहिं ठाणेहिं पोग्गला विद्धंसंति, तं जहा- सयं वा पोग्गला विद्धंसंति, परेण वा पोग्गला विद्धंसंति ।
८४
ભાવાર્થ :- બે કારણે પુદ્ગલ સંહત થાય છે, યથા- સ્વયં પોતાના સ્વભાવથી પુદ્ગલ સંહત–ભેગા થાય અને । પુરુષના પ્રયત્ન આદિ બીજા નિમિત્તોથી પણ પુદ્ગલ ભેગા થાય છે.
બે કારણે પુદ્ગલોનો ભેદ થાય છે, યથા– સ્વયં પોતાના સ્વભાવથી પુદ્ગલોનો ભેદ થાય, વિખેરાય અને બીજાના નિમિત્તથી પણ પુદ્ગલનો ભેદ થાય છે.
બે કારણે પુદ્ગલ નીચે પડે છે, યથા– સ્વયં પોતાના સ્વભાવથી પુદ્ગલ નીચે પડે અને બીજાના નિમિત્તથી પણ પુદ્ગલ નીચે પડે છે.
બે કારણે પુદ્ગલ પિરાટિત થાય છે, યથા– સ્વયં પોતાના સ્વભાવથી પુદ્ગલ સડે અને અન્ય ઉપાય દ્વારા પુદ્ગલો સડે છે.
બે કારણે પુદ્ગલનો વિધ્વંસ થાય છે, યથા—સ્વયં પોતાના સ્વભાવથી પુદ્ગલનો વિધ્વંસ થાય છે અને બીજા નિમિત્તોથી પણ પુદ્ગલનો વિધ્વંસ થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પુદ્ગલ દ્રવ્યની સંઘાત આદિ પર્યાય પરિવર્તનના બે બે કારણોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ભેગા મળવું, છૂટા પડવું, નીચે પડવું, સડી જવું, નાશ થવો વગેરે પાંચ પર્યાયનું વર્ણન છે. આ
પાંચે પર્યાય બે રીતે પરિવર્તન પામે છે.
મેઘ વગેરેમાં પુદ્ગલો સ્વયં ભેગા મળે અને વિખેરાય તે સ્વ સ્વભાવથી પરિવર્તન કહેવાય છે. વ્યક્તિના પ્રયત્નથી ભેગા થાય, વિખેરાય તે અન્ય નિમિત્તક કહેવાય છે. આ રીતે પુદ્ગલ પર્યાયો . પલટાય તેમાં પોતાનો સ્વભાવ અને અન્ય નિમિત્ત, આ બે કારણ જાણવા.
પુદ્ગલના બે-બે ભેદ :
३ दुविहा पोग्गला पण्णत्ता, તેં બહા- મિળા ચેવ, અભિળા ચેવ । दुविहा पोग्गला पण्णत्ता, तं जहा- भेउरधम्मा चेव, णोभेउरधम्मा चेव । दुविहा पोग्गला पण्णत्ता, तं जहा - परमाणुपोग्गला चेव, णोपरमाणुपोग्गला चेव ।
दुविहा पोग्गला पण्णत्ता, तं जहा - सुहुमा चेव, बायरा चेव । दुविहा पोग्गला पण्णत्ता, तं जहा- बद्धपासपुट्ठा चेव, णोबद्धपासपुट्ठा चेव । दुविहा पोग्गला पण्णत्ता, तं जहा - परियादियच्चेव, अपरियादियच्चेव । दुव