SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ | સ્થાન-૨: ઉદ્દેશક-૩ . [ ૮૩] વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં શબ્દના બે બે ભેદથી વિવિધ પ્રકાર દર્શાવેલ છે. શબ્દના બે ભેદ- ભાષા શબ્દ- જીવ ભાષા યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી ભાષારૂપે પરિણાવી, વચનયોગથી જે શબ્દ પ્રગટ કરે તે ભાષાત્મક શબ્દ છે. નોભાષા શબ્દ- વચનયોગના વ્યાપાર વિના પ્રગટ થનારા શબ્દ. અક્ષર સબ૮ શબ્દ- અક્ષર-કકાર આદિ વર્ણો દ્વારા પ્રગટ થતાં શબ્દ. નોઅક્ષર સંબદ્ધ શબ્દ- બેઈન્દ્રિય વગેરે જીવોના ધ્વનિરૂપ, ચોક્કસ વર્ણ વિનાના અનક્ષરાત્મક શબ્દ. આતો શબ્દ- નગારા આદિ વાજિંત્રોના શબ્દ. નોઆતોધ શબ્દ- વાંસ આદિના ફાટવાથી કે અથડાવાથી ઉત્પન્ન થતા શબ્દ. તત્ શબ્દ- તારવાળા વાજિંત્રો, વીણા સારંગી આદિથી ઉત્પન્ન થતા શબ્દ. વિતત્ શબ્દ- તાર રહિત ઢોલ વગેરે વાજિંત્રોના શબ્દ. તતઘન શબ્દ-મંજીરા જેવા વાદ્યોના શબ્દ. તત સુષિર – વીણા, સારંગી વગેરે પોલાણયુક્ત વાજિંત્રના શબ્દ. વિતતઘન શબ્દ- ભાણક, વાજા વગેરેના શબ્દ. વિતત સુષિર શબ્દ-નગારા ઢોલ આદિના શબ્દ. ભૂષણ શબ્દ– નૂપુર આદિ આભૂષણોના શબ્દ. નોભૂષણ શબ્દ- વસ્ત્રઆદિના ઝાપટવાથી ઉત્પન્ન થતા શબ્દ. તાલ શબ્દ– તાળી પાડવાથી ઉત્પન્ન થતા શબ્દ. લત્તિકા શબ્દ– પગના પ્રહારથી ઉત્પન્ન થતા શબ્દ. સહિviતાળ – બે પદાર્થોના અથડાવવાથી શબ્દ ઉત્પન્ન થાય છે. જેમ કે મેઘગર્જના વગેરે. fમન્નતા :- પદાર્થના ફાટવાથી, ટુકડા થવાથી શબ્દ ઉત્પન્ન થાય છે. યથા– વાંસ ફાટવાથી, વસ્ત્ર ફાડવાથી, પુદ્ગલ સ્કંધોમાં ભેદ પડવાથી. સ્વ-પર નિમિત્તક પુદ્ગલોનું પરિવર્તન :| २ दोहिं ठाणेहिं पोग्गला साहणंति, तं जहा- सयं(सई) वा पोग्गला साहण्णंति, परेण वा पोग्गला साहण्णंति ।। दोहिं ठाणेहिं पोग्गला भिज्जंति, तं जहा- सयं वा पोग्गला भिज्जति, परेण वा पोग्गला भिज्जति । दोहिं ठाणेहिं परिपडंति, तं जहा- सयं वा पोग्गला परिपडंति, परेण वा पोग्गला परिपडंति । दोहि ठाणेहिं पोग्गला परिसडंति, तं जहा- सयं वा पोग्गला परिसडंति, परेण वा पोग्गला परिसडंति ।
SR No.008755
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages639
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy