________________
[ ૮૭ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
આ પુદ્ગલ = આત્મીયકૃત– જીવ દ્વારા પરિણત પુદ્ગલો. અનારપુગલો = જીવ દ્વારા અપરિણત પુદ્ગલો. ઈષ્ટ પુદ્ગલો = પ્રયોજન અથવા મનોરથને પૂર્ણ કરી શકે તેવા અભિલષિત પુદ્ગલો. અનિષ્ટ પુગલો = કોઈ પણ કાર્ય માટે ઈષ્ટ ન હોય તેવા પુદ્ગલો. કાંત યુગલો = વિશિષ્ટ વર્ણાદિ યુક્ત કમનીય પુદ્ગલો. અકાંત પુદ્ગલો = અકમનીય, અસુંદર પુગલો. પ્રિય પુગલો = પ્રીતિકર, ઈદ્રિયોને આદ્યાદિત કરનાર પુદ્ગલો. અપ્રિય પુગલો = અપ્રીતિકર, ઈદ્રિયને આનંદ ન આપી શકે તેવા પુલો. મનોશ પુદ્ગલો = મનને હિતકારી લાગે, જેનું નામ પણ મનને મનોહર લાગે, તેવા પુદ્ગલો. અમનોશ પુદ્ગલો = મનને ન ગમે, જેનું નામ પણ ન ગમે તેવા પુદ્ગલો. મનામ પુદ્ગલો = મન વલ્લભ, જે પુગલોને વારંવાર યાદ કરવા ગમે તેવા પુદ્ગલો. અમનામ પુદ્ગલો = જે પુદ્ગલોને યાદ કરવા પણ ન ગમે, જેનું ચિંતન પણ પ્રિય ન હોય, તેવા પુદ્ગલો.
શબ્દાદિની વિવિધતા :
४ दुविहा सद्दा पण्णत्ता, तं जहा- अत्ता चेव अणत्ता चेव । एवं इट्ठा जाव मणामा । दुविहा रूवा पण्णत्ता, तं जहा- अत्ता चेव, अणत्ता चेव । एवं इट्ठा जावमणामा । एवं गंधा, रसा, फासा, इक्केक्के छ छ अलावगा भाणियव्वा । ભાવાર્થ :- શબ્દના બે પ્રકાર છે, યથા- આત્ત અને અનાત્ત, આ જ રીતે ઈષ્ટથી મનામ સુધીના ભેદ કહેવા. રૂપના બે પ્રકાર છે, યથા– આત્ત અને અનાત્ત. આ જ રીતે ઈષ્ટથી મનામ સુધીના ભેદ કહેવા. તે જ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શમાં, એક એકના આત્ત, ઈષ્ટ વગેરે છ–છ આલાપક કહેવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઈન્દ્રિય વિષયભૂત પુદ્ગલ દ્રવ્યના ગુણોનું નિરૂપણ છે. ઈદ્રિયોના વિષયભૂત શબ્દાદિ રૂપે પરિણત પુદ્ગલોના સ્પર્શ પર્યત પાંચ પ્રકાર છે. તે પ્રત્યેકના આત્ત-અનાત્ત વગેરે બે-બે કરીને બાર-બાર ભેદ થાય છે, આત્ત વગેરેના અર્થ પૂર્વ સૂત્ર પ્રમાણે જાણવા.
આચારના બે-બે ભેદ :
५ दुविहे आयारे पण्णत्ते, तं जहा- णाणायारे चेव, णोणाणायारेचेव । णोणाणायारे दुविहे पण्णत्ते, तं जहा- दंसणायारे चेव, णोदसणायारे चेव । णोदसणायारे दुविहे पण्णत्ते, तं जहा- चरित्तायारे चेव, णोचरित्तायारे चेव । णोचरित्तायारे दुविहे पण्णत्ते, तं जहा- तवायारे चेव, वीरियायारे चेव । ભાવાર્થ :- આચારના બે પ્રકાર છે, યથા– જ્ઞાનાચાર અને નોજ્ઞાનાચાર. નોજ્ઞાનાચારના બે પ્રકાર છે, યથા- દર્શનાચાર અને નોદર્શનાચાર. નોદનાચારના બે પ્રકાર છે, યથા- ચારિત્રાચાર અને નીચારિત્રા