________________
સ્થાન-૨: ઉદ્દેશક-૨
૮૧ |
ભાવાર્થ :- મરુતદેવ બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– એક શરીરવાળા અને બે શરીરવાળા. આ રીતે કિન્નર, કિપુરુષ, ગંધર્વ, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, આ બધા દેવ બે—બે પ્રકારના છે– એક શરીરવાળા અને બે શરીરવાળા.
વિવેચન :
મરુતદેવ તે એક પ્રકારના લોકાન્તિક દેવ છે કે જે તીર્થકરોને દીક્ષા ગ્રહણ કરીને, તીર્થ પ્રવર્તાવવાનો સંકેત કરે છે. મરુત વૈમાનિક દેવ છે, તેના દ્વારા સર્વ વૈમાનિક દેવોનું; કિન્નર, કિંપુરુષ, ગાંધર્વ વગેરે દ્વારા સર્વ વ્યંતર દેવોનું; નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર વગેરે દ્વારા સર્વ ભવનપતિ દેવોનું અને ઉપલક્ષણથી જ્યોતિષ્ક દેવોનું ગ્રહણ કર્યું છે. આ સમસ્ત દેવો એક શરીરી અને બે શરીરી છે અર્થાત્ ભવધારણીય શરીરની અપેક્ષાએ એક શરીરી અને ઉત્તર વૈક્રિયની અપેક્ષાએ બે શરીરી કહ્યા છે.
રીતે વિવક્ષા કરતા ટીકાકાર જણાવે છે કે અંતરાલ ગતિમાં તૈજસ અને કાર્પણ બે શરીર હોય છે તે સદેવ સાથે જ રહે છે. માટે વિશેષ અપેક્ષાથી તૈજસ શરીરને ગૌણ કરીને તૈજસ અને કાર્પણની અપેક્ષાએ એક શરીરી તથા જન્મ પછી વૈક્રિય તથા કાર્મણ શરીરની અપેક્ષાએ બે શરીરી સમજવા.
ત્રીજી અપેક્ષાએ આ દેવોમાં કેટલાક એક શરીરી = ચરમ શરીરી છે અને કેટલાક દ્વિશરીરી = અચરમ શરીરી છે અર્થાતુ અનેક ભવ કરનાર છે.
ક
સ્થાન-૨ : ઉદ્દેશક-ર સંપૂર્ણ