________________
[ ૮૦ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
કરે તો સર્વતઃ વિક્રિયા કહેવાય.
૪. પરિચાર– અહીં મૂળપાઠમાં પરિવારેડુ શબ્દ છે તેનો અર્થ અર્ધમાગધી કોશમાં સંચાર કરવો તેમ કર્યો છે. શરીરના એક દેશનો અને સર્વનો સંચાર થાય તે આત્માનો એક દેશ પરિચાર અને સર્વ પરિચાર કહેવાય. ટીકાકારે પરિચાર શબ્દને 'પરિચારણા' રૂપે ગ્રહણ કરી તેનો મૈથુન સેવન અર્થ કર્યો છે– ત્રણ યોગમાંથી કોઈ એક યોગ દ્વારા મૈથુન સેવન કરે તો દેશતઃ અને ત્રણે યોગો દ્વારા મૈથુન સેવન કરે તો સર્વતઃ કહેવાય. કોશમાં પરિવાહ્નો સંચાર કરવો અર્થ કર્યા પછી પરિચારણા શબ્દનો મૈથુનસેવન કરવાનો અર્થ જુદો કર્યો છે. આ રીતે પરિવારે શબ્દ અને પરિવારમાં શબ્દના જુદા-જુદા અર્થ પણ થાય છે. ૫. ભાષા બોલવી- જીભ, તાલ વગેરે એક સ્થાનથી ભાષા બોલવી દેશતઃ અને જીભ, તાલ, હોઠ વગેરે સર્વ સ્થાનથી બોલે તો સર્વતઃ કહેવાય. દ. આહાર- મુખ દ્વારા આહાર ગ્રહણ કરે તે દેશતઃ અને સર્વાગથી ગ્રહણ કરે તો સર્વતઃ કહેવાય. ૭. પરિણમન- ગુહીત આહારને ખલ, રસ, લોહી વગેરે રૂપે પરિણાવવું. જઠર, આંતરડા વગેરે પાચનક્રિયાના અંગોમાં રોગ થાય અને કોઈ અંગ કામ ન કરે તો એકદેશથી ગૃહીત આહાર રસાદિ રૂપે પરિણમે, રોગાદિ ન હોય તો સર્વથી પરિણમે. ૮. વેદના(અનુભવન)- અનુભવ કરવો. પરિણમિત આહાર પુદ્ગલોને હાથ વગેરે અવયવ વિશેષ દ્વારા અનુભવે તો દેશતઃ અને સર્વ અવયવ દ્વારા અનુભવે તો સર્વતઃ અનુભવન કહેવાય છે. ૯. નિર્જરા(ઉત્સર્ગ)- ત્યાગ કરવો, છોડવું. આહારિત, પરિણમિત, વેદિત આહાર પુદ્ગલોને અપાન આદિ માર્ગથી છોડે તો દેશતઃ અને પરસેવાદિ રૂપે સર્વ શરીરથી છોડે તો સર્વતઃ કહેવાય છે.
પૂર્વ સૂત્રમાં પાંચ ઈન્દ્રિયના વિષય ગ્રહણના પાંચ અને પ્રસ્તુત સૂત્રમાં કથિત અવભાસથી નિર્જરા સુધીના નવ મળીને ચૌદ બોલ સમુચ્ચયજીવ સંબંધી કહ્યા છે અને ત્યારપછીના સૂત્રમાં શબ્દથી લઈ નિર્જરા સુધી ચૌદ બોલ દેવતા સંબંધી કહ્યા છે.
આ સૂત્રોમાં માસડુ આદિ સર્વ શબ્દો સ્વતંત્ર છે. તેમાં છઠ્ઠો અને સાતમો બોલ આહાર અને પરિણમનનો છે, આઠમો અને નવમો બોલ વેદના અને નિર્જરાનો છે. તેનો અર્થ સ્વતંત્ર વેદના અને નિર્જરા રૂપ છે. છતાં ટીકાકારે બંને શબ્દોને આહાર સાથે સંબંધિત કરીને ઉપર પ્રમાણે અનુભવન અને ઉત્સર્ગ શબ્દો દ્વારા અર્થ કર્યા છે. ચરમ-અચરમ શરીરી દેવ :|१८ मरुया देवा दुविहा पण्णत्ता, तं जहा- एगसरीरी चेव दुसरीरी चेव । एवं किण्णरा किंपुरिसा गंधव्वा णागकुमारा सुवण्णकुमारा अग्गिकुमारा वायुकुमारा देवा दुविहा पण्णत्ता, तं जहा- एगसरीरी चेव, दुसरीरी चेव ।