________________
સ્થાન-૨: ઉદ્દેશક-૨
[ ૭૯ ]
શબ્દ
નાસિકાથી સંભિન્નશ્રોતો લબ્ધિ દ્વારા સર્વ ઈન્દ્રિયોથી ગંધ લેવી. ચક્ષુથી સંભિન્નશ્રોતો લબ્ધિ દ્વારા સર્વ ઈન્દ્રિયોથી રૂપ જોવું.
કાનથી સંભિન્નશ્રોતો લબ્ધિ દ્વારા સર્વ ઈન્દ્રિયોથી શબ્દને ગ્રહણ કરવું. દેશ અને સર્વથી અવભાસાદિ ક્રિયાઓ :१६ दोहि ठाणेहिं आया ओभासइ, तं जहा- देसेण वि आया ओभासइ, सव्वेण वि आया ओभासइ ।
एवं पभासइ, विकुव्वइ, परियारेइ, भासं भासइ, आहारेइ, परिणामेइ, વે, નિઝર I ભાવાર્થ :- બે પ્રકારે આત્મા પ્રકાશિત થાય છે, તે આ પ્રમાણે છે– (૧) દેશથી પણ આત્મા પ્રકાશિત થાય છે (૨) સર્વથી પણ આત્મા પ્રકાશિત થાય છે.
આ રીતે બે સ્થાનથી આત્મા પ્રભાસ(વિશેષ પ્રકાશ) કરે છે. તેમજ વિક્રિયા, પરિચાર, ભાષા બોલવી, આહાર, પરિણમન, વેદના અને નિર્જરા કરે છે. |१७ दोहिं ठाणेहिं देवे सद्दाइ सुणेइ, तं जहा- देसेण वि देवे सद्दाइं सुणेइ, सव्वेण वि देवे सद्दाइं सुणेइ जाव णिज्जरेइ । ભાવાર્થ :- બે સ્થાનથી દેવ શબ્દ સાંભળે છે. શરીરના એક દેશથી પણ દેવ શબ્દ સાંભળે છે અને સંપૂર્ણ શરીરથી પણ દેવ શબ્દ સાંભળે છે, ત્યાંથી લઈ નિર્જરા કરે છે સુધી કથન કરવું.
વિવેચન :
અહીં પ્રથમ સૂત્રમાં જીવના અવભાસાદિ નિર્જરાપર્વતના નવ પરિણામનું વર્ણન છે અને બીજા સૂત્રમાં દેવ સંબંધી પાંચ ઈન્દ્રિય વિષય ગ્રહણ તથા અવભાસાદિ નવ પરિણામનું સંક્ષિપ્ત કથન છે. જેમ શ્રવણ વગેરે જીવના પરિણામ છે તેમ અવભાસ વગેરે પણ જીવના પરિણામ છે. દેશ અને સર્વ તેમ બે–બે પ્રકારે જીવ અવભાસિત થાય છે. ૧. અવભાસ– પ્રકાશવું. જીવ આગિયાની જેમ અંશતઃ અને દીપકની જેમ સર્વતઃ પ્રકાશે છે અથવા અવભાસ = જાણવું. જીવ અવધિજ્ઞાન દ્વારા દેશતઃ અને કેવળજ્ઞાન દ્વારા સર્વતઃ સંપૂર્ણતયા જાણે છે. ૨. પ્રભાસ- વિશેષ પ્રકાશવું. અવભાસની જેમ જ જીવ દેશતઃ અને સર્વતઃ પ્રકાશે છે. ૩.વિડિયા- વિકર્વણા કરવી. હાથ વગેરેની વિક્રિયા કરે તો દેશતઃ વિક્રિયા અને આખા શરીરની વિકર્વણા