________________
૭૮ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં છદ્મસ્થ જીવોની ઈન્દ્રિયના વિષય ગ્રહણની બે રીત પ્રદર્શિત કરી છે. મતિશ્રુતજ્ઞાનધારી આત્મા શ્રોતેન્દ્રિય વગેરે પાંચ ઈન્દ્રિયના માધ્યમથી વિષયને ગ્રહણ કરે છે, વિષયને જાણે છે; અર્થાત્ તથા પ્રકારના જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષપોપશમ થાય ત્યારે જીવ કાનના માધ્યમથી શબ્દ સાંભળી શકે છે. તે જ રીતે રૂ૫, ગંધ, સ્વાદ અને સ્પર્શને તે–તે ઈન્દ્રિય દ્વારા જાણી શકે છે. તે પાંચે ય ઈન્દ્રિયથી ગ્રહણ થતા વિષય એક દેશ અને સર્વદેશ તેમ બે પ્રકારે ગ્રહણ થાય છે અર્થાત વિષયની અપેક્ષાએ જીવ અનેક શબ્દોમાંથી કેટલાક શબ્દોને સાંભળે તો તે એક દેશ શ્રવણ કહેવાય અને સમસ્ત શબ્દોને સાંભળે તો સર્વથી શ્રવણ કહેવાય છે.
ટીકાકારે દેશ અને સર્વના બે રીતે અર્થ કર્યા છે. (૧) દેશરૂપ-અંશરૂપ સ્થાન–એક કાનથી શબ્દને ગ્રહણ કરે તો એક દેશ ગ્રહણ કહેવાય અને બંને કાનથી શબ્દને ગ્રહણ કરે તો સર્વથી ગ્રહણ કહેવાય અથવા (૨) માત્ર શ્રોતેન્દ્રિય દ્વારા જ શબ્દાદિ ગ્રહણ થાય તો તે આત્માના એકદેશથી ગ્રહણ કહેવાય અને સંભિન્નશ્રોતો લબ્ધિવાળા સર્વ ઈન્દ્રિય કે શરીર દ્વારા શબ્દનું ગ્રહણ કરે તો તે સર્વથી અર્થાત્ સર્વાત્મના શબ્દ ગ્રહણ કહેવાય. સંભિન્નશ્રોતો લબ્ધિવાન આત્મા આંખથી, કાનથી, જીભથી અને ત્વચાથી પણ સાંભળી શકે છે.
શ્રોતેન્દ્રિયની જેમ ચક્ષુઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિયમાં પણ એકદેશ અને સર્વ એમ બે પ્રકારે વિષય ગ્રહણ થાય છે, જીહા ઈન્દ્રિયમાં તથા સ્પર્શેન્દ્રિયમાં પક્ષઘાત વગેરે રોગના કારણે જીભ અને ત્વચાનો અમુક ભાગ વિષયને ગ્રહણ કરી શકતો નથી. રોગરહિત જીભ વગેરેના એક ભાગથી રસાસ્વાદ લેવાય તો તે એક દેશ ગ્રહણ કહેવાય અને સંપૂર્ણ જીભથી ગ્રહણ કરે તો તે સર્વથી ગ્રહણ કહેવાય. અન્ય રીતે જોઈએ તો જીભથી સ્વાદ લે તો એકદેશ અને શેષ સર્વ ઈન્દ્રિયથી સ્વાદ જાણે તો તે સર્વથી રસાસ્વાદ કહેવાય છે. વિષય | ઈન્દ્રિય
સર્વ સ્પર્શ સ્પર્શેન્દ્રિયથી એક ભાગથી સ્પર્શ કરવો. | સંપૂર્ણ શરીરથી સ્પર્શ કરવો. રસ રસનેન્દ્રિયથી જીભના એક ભાગથી સ્વાદ લેવો. આખી જીભથી સ્વાદ લેવો. ગંધ ધ્રાણેન્દ્રિયથી એક નસકોરાથી ગંધ લેવી. બંને નસકોરાથી ગંધ લેવી. ચક્ષુરિન્દ્રિયથી | એક આંખથી જોવું
બંને આંખથી જોવું. શબ્દ શ્રોતેન્દ્રિયથી | એક કાનથી સાંભળવું
બંને કાનથી સાંભળવું.
-
જે
છે ×
રૂપ
૪
અથવા
વિષય | દેશથી | સર્વથી
સ્પર્શ | સ્પર્શેન્દ્રિયથી | સંભિન્નશ્રોતો લબ્ધિ દ્વારા સર્વ ઈન્દ્રિયોથી સાંભળવું. ૨. | રસ | રસનેન્દ્રિયથી | સંભિન્નશ્રોતો લબ્ધિ દ્વારા સર્વ ઈન્દ્રિયોથી આસ્વાદ લેવો. ]
૧. |