________________
| સ્થાન-૨: ઉદ્દેશક-૨
[ ૭૭ ]
જેવM :- કેવકલ્પ એટલે પરિપૂર્ણ–સંપૂર્ણ. વૃત્તિકારે ત્રણ રીતે તે અર્થ સમજાવ્યા છે. (૧) પોતાનું કાર્ય કરવાના સામર્થ્યથી પરિપૂર્ણ. (૨) કેવળજ્ઞાનની જેમ પરિપૂર્ણ. (૩) આગમિક સંકેત પ્રમાણે કેવળ- કલ્પનો અર્થ પરિપૂર્ણ છે. અધોઅવધિવાળા પણ સંપૂર્ણ લોકને જાણી-જોઈ શકે છે. તે પ્રસ્તુત સૂત્રથી સૂત્રકારે સ્પષ્ટ કર્યું છે. પરમાવધિ કે સર્વાવધિવાળા અવધિજ્ઞાની અલોકને પણ જાણવાનું સામર્થ્ય ધરાવે છે. (જો ત્યાં રૂપી પદાર્થ હોય તો). દેશ અને સર્વથી શકદાદિ વિષય ગ્રહણ :१५ दोहिं ठाणेहिं आया सद्दाइं सुणेइ, तं जहा- देसेण वि आया सद्दाई सुणेइ, सव्वेण वि आया सद्दाई सुणेइ ।
दोहिं ठाणेहिं आया रूवाई पासइ, तं जहा- देसेण वि आया रूवाई पासइ, सव्वेण वि आया रूवाइ पासइ ।
दोहिं ठाणेहिं आया गंधाई अग्घाइ, तं जहा- देसेण वि आया गंधाई अग्घाइ, सव्वेण वि आया गंघाई अग्घाइ ।
दोहि ठाणेहिं आया रसाइं आसादेइ, तं जहा- देसेण वि आया रसाई आसादेइ, सव्वेण वि आया रसाई आसादेइ ।।
दोहिं ठाणेहिं आया फासाइं पडिसंवेदेइ, तं जहा- देसेण वि आया फासाइं पडिसंवेदेइ, सव्वेण वि आया फासाइं पडिसंवेदेइ । ભાવાર્થ :- બે પ્રકારે આત્મા શબ્દને સાંભળે છે, તે આ પ્રમાણે છે– એક દેશથી પણ આત્મા શબ્દોને સાંભળે છે અને સર્વથી પણ આત્મા શબ્દોને સાંભળે છે.
બે પ્રકારે આત્મા રૂપને જુએ છે. તે આ પ્રમાણે છે– એક દેશથી પણ આત્મા રૂપને જુએ છે અને સર્વથી પણ આત્મા રૂપને જુએ છે.
બે પ્રકારે આત્મા ગંધને સુંઘે છે. તે આ પ્રમાણે છે– એક દેશથી પણ આત્મા ગંધને સુંઘે છે અને સર્વથી પણ આત્મા ગંધને સુંઘે છે.
બે પ્રકારે આત્મા રસનો આસ્વાદ લે છે. તે આ પ્રમાણે છે– એક દેશથી પણ આત્મા રસનો આસ્વાદ લે છે અને સર્વથી પણ આત્મા રસનો આસ્વાદ લે છે.
બે પ્રકારે આત્મા સ્પર્શનું પ્રતિસંવેદન કરે છે. તે આ પ્રમાણે છે–એક દેશથી પણ આત્મા સ્પર્શનું પ્રતિસંવેદન કરે છે અને સર્વથી પણ આત્મા સ્પર્શનું પ્રતિસંવેદન કરે છે.