________________
[ ૭૪ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
आहोहि विउव्वियाविउव्विएणं चेव अप्पाणेणं आया केवलकप्पं लोगं जाणइ पासइ । ભાવાર્થ :- બે પ્રકારે આત્મા સંપૂર્ણ લોકને જાણે છે અને જુએ છે, તે આ પ્રમાણે છે– (૧) વિકર્વિત અવસ્થામાં (૨) અવિકર્વિત અવસ્થામાં આત્મા સંપૂર્ણ લોકને જાણે અને જુએ છે.
વિકુર્વિત અને અવિકર્વિત અવસ્થામાં અધોવધિજ્ઞાની આત્મા સંપૂર્ણ લોકને જાણે અને જુએ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મારણાંતિક અને વૈક્રિય સમુઘાતથી સમવહત અને અસમવહત આત્મા દ્વારા ત્રણે લોકને જાણવા અને જોવાનું નિરૂપણ છે. પ્રત્યેક સૂત્રના બે વિભાગ છે તેમાં પ્રથમ વિભાગમાં સામાન્ય કથન છે. બીજા વિભાગમાં દેશ અવધિજ્ઞાનીની અપેક્ષાએ કથન છે.
દોહિ :- અધોવધિ, ન્યુન અવધિ, દેશ અવધિ. પ્રજ્ઞાપના સુત્રમાં અવધિજ્ઞાનના દેશાવધિ અને સર્વાવધિ, તેવા બે પ્રકાર દર્શાવ્યા છે. રાજપ્રશ્રીય સૂત્રમાં કેશીશ્રમણ માટે અધોવધિ શબ્દનો પ્રયોગ થયો છે. સાર એ છે કે અહીં દેશાવધિ રૂપ અધોવધિનું કથન છે.
પ્રસ્તુત સૂત્રમાં માયા મહેતોયં નાગ પાસ૬ પાઠ છે. આ પાઠમાં અવધિજ્ઞાન કે સર્વાવધિનો ઉલ્લેખ નથી પરંતુ સુત્રના બીજા વિભાગમાં આવતાં રોદિ = અધોવધિ સૂત્ર પાઠના આધારે પૂર્વ પાઠમાં સર્વાવધિનું ગ્રહણ કરવામાં આવે છે. અધોવધિ અવધિજ્ઞાનનો એક પ્રકાર છે. તેથી તે પ્રયોગ દ્વારા અવધિજ્ઞાનનું પણ ગ્રહણ થઈ જાય છે. આ રીતે સર્વાવધિ અને અધોવધિ અવધિજ્ઞાની, અધો, ઉર્ધ્વ, તિર્યગુલોક તથા સંપૂર્ણ લોકને જાણી તથા જોઈ શકે છે, તેમ અર્થ સમજવામાં આવે છે.
દેવ તથા નારકીને અવધિજ્ઞાન ભવના નિમિત્તથી હોય છે તેમ વૈક્રિય શરીર પણ ભવના નિમિત્તથી હોય છે. મનુષ્ય, તિર્યંચને અવધિજ્ઞાન અને વૈક્રિયશરીર લબ્ધિજન્ય હોય છે. અવધિજ્ઞાન હોય તેને વૈક્રિય શરીર હોય જ અને વૈક્રિય લબ્ધિ હોય તેને અવધિજ્ઞાન હોય જ એવો નિયમ નથી. અવધિજ્ઞાની દેવ તથા નારકીને વૈક્રિય શરીર નિયમાં હોવાથી વૈક્રિય શરીરી ઉધ્વદિ લોકને અવધિજ્ઞાનથી જાણી શકે છે તેવો ભ્રમ ઉત્પન્ન ન થાય તે હેતુથી આ સૂત્રોક્ત વર્ણન છે કે વૈક્રિય સમુઘાતથી સમવહત હોય અથવા ન હોય, વૈક્રિય શરીર બનાવ્યું હોય કે ન બનાવ્યું હોય, અવધિજ્ઞાની પોતાના અવધિજ્ઞાન દ્વારા ઉધ્વદિ લોકને જાણે અને જુએ છે. સનો - પ્રસ્તુત આઠ સૂત્રોમાંથી પૂર્વના ચાર સૂત્રોમાં સમવહત અસમવહતનું કથન છે અને પછીના ચાર સૂત્રોમાં વિકર્વિત અવિકર્વિતનું કથન છે. સમવહતનાં અને વિકર્વિતનાં સૂત્રો અલગ અલગ આપ્યા છે તેથી સમવહત સૂત્રોથી વૈક્રિય સિવાયની મારણાંતિક આદિ સમુદ્યાતનું ગ્રહણ થાય છે. તાત્પર્ય એ છે કે કોઈપણ સમુદ્દઘાતથી સમવહત કે અસમવહત અવધિજ્ઞાની આત્મા લોક આદિને જાણે–જુએ છે.