________________
સ્થાન—૨ ઃ ઉદ્દેશક–૨
હજુ નરકના ભવો કરવાના હોય તે અચરમ નારક કહેવાય છે.
સોળ દ્વારમાંથી બાર હારના બંને ભેદવાળા જીવો નરકથી વૈમાનિક પર્યંતના ૨૪ દંડકમાં હોય છે. ચાર કારના બંને ભેદવાળા જીવો સર્વે દંડકમાં હોતા નથી.
93
(૧) સંશી—અસંશી :– મનવાળા જીવો સંજ્ઞી અને મન રહિત જીવો અસંજ્ઞી કહેવાય છે. સર્વ વિકલેન્દ્રિયના દંડક છોડીને નારકીથી વાણવ્યંતર સુધીના દંડકમાં સંશી—અસંશી એવા બે—બે ભેદ છે. અહીં મળ્યે વિનિવિય શબ્દ દ્વારા એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય બંનેનું ગ્રહણ કર્યું છે. પાંચ ઇન્દ્રિય પૂર્ણ ન હોય તે વિક્લન્દ્રિય કહેવાય. બેઈન્દ્રિય—તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવો માટે વિકલેન્દ્રિય શબ્દ રૂઢ છે. તેથી અહીં સૂત્રમાં સબ્દે શબ્દ પ્રયોગથી એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સર્વ જીવોને અસંજ્ઞીમાં ગ્રહણ કર્યા છે. વાલવ્યંતર પર્યંતના દંડક લેવાથી જ્યોતિષી અને વૈમાનિકનો નિષેધ થઈ જાય છે. કારણ કે તે જવો સંક્ષી જ છે અને સંશી જીવો જ ત્યાં ઉત્પન્ન થાય છે. નારકી, ભવનપતિ, વ્યંતર દેવો પણ સંજ્ઞી જ છે પરંતુ તેમાં છે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવો આવીને ઉત્પન્ન થાય છે અને તે થોડીવાર અસંજ્ઞી રહે છે, તેથી તેમાં અસંજ્ઞીનું કથન કર્યું છે.
(૨) ભાષક–અભાષકઃ–ભાષા પર્યાપ્તિથી પર્યાપ્તા ભાષક અને ભાષા પર્યાપ્તિથી રહિત જીવો અભાષક કહેવાય છે. એકેન્દ્રિય જીવો અભાષક જ છે. શેષ નારાદિ દંડકના જીવો અપર્યાપ્તાવસ્થામાં અભાષક અને પર્યાપ્તાવસ્થામાં ભાષક કહેવાય છે.
(૩) સમ્યક્–મિથ્યા દૃષ્ટિ – સમ્યક્ત્વથી યુક્ત જીવ સમ્યગ્દષ્ટિ અને સમ્યક્ત્વથી રહિત જીવો મિથ્યાદષ્ટિ કહેવાય છે. એકેન્દ્રિય મિથ્યાત્વી જ છે તેથી તેને છોડીને રોષ સર્વ જીવોમાં બંને પ્રકાર હોય છે. વિકલેન્દ્રિયમાં સાસ્વાદન સમ્યક્ત્વ હોવાથી તેમાં બંને દૃષ્ટિની ગણના કરાય છે.
(૪) સંખ્યાત—અસંખ્યાત સ્થિતિ :– ક્રોડ પૂર્વ વર્ષ સુધીના આયુષ્યવાળા જીવો સંખ્યાતકાળ સ્થિતિક અને ક્રોડપૂર્વથી અધિક આયુષ્યવાળા જીવો અસંખ્યાતકાળ સ્થિતિક કહેવાય છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય જીવો સંખ્યાતકાળ સ્થિતિક છે. જ્યોતિષ્ઠ અને વૈમાનિક દેવો અસંખ્યાતકાળ સ્થિતિક છે. શેષ સર્વ દંડકમાં બંને પ્રકારની સ્થિતિવાળા જીવો હોય છે. તેનું જ અહીં બીજા સ્થાનના બે બોલમાં ગ્રહણ કર્યું છે. સમવહત અસમવહત આત્માનો અવધિ વિષય :
७ दोहिं ठाणेहिं आया अहेलोगं जाणइ पास, तं जहा समोहएणं चेव - अप्पाणेणं आया अहेलोगं जाणइ पासइ, असमोहरणं चेव अप्पाणेणं आया अहेलोग जाणइ पासइ ।
आहोहि समोहयासमोहएणं चेव अप्पाणेणं आया अहेलोगं जाणइ पासइ । ભાવાર્થ :- બે પ્રકારે આત્મા અધોલોકને જાણે અને જુએ છે, તે આ પ્રમાણે છે– (૧) સમહવત